Vijay Shah Controversy: મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહ દ્વારા કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે આકરી પ્રતિક્રિયા આપી છે. સુપ્રીમ કોર્ટે પણ પોતાની પ્રતિક્રિયા દ્વારા આ મુદ્દા પર રાજકારણ કરનારાઓને સ્પષ્ટ જવાબ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટ (ફાઇલ તસવીર સૌજન્ય: મિડ-ડે)
મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહ દ્વારા કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે આકરી પ્રતિક્રિયા આપી છે. સુપ્રીમ કોર્ટે પણ પોતાની પ્રતિક્રિયા દ્વારા આ મુદ્દા પર રાજકારણ કરનારાઓને સ્પષ્ટ જવાબ આપ્યો છે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે આ મામલાનું રાજકારણ ન થવું જોઈએ. આ કેસની સુનાવણી જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. સુનાવણી દરમિયાન એસજી તુષાર મહેતાએ કહ્યું કે એસઆઈટી તપાસ ચાલી રહી છે. આના પર કોર્ટે કહ્યું કે એસઆઈટીએ સ્થળ મુલાકાત લીધી છે. મોબાઈલ અને વીડિયો જપ્ત કરવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટે તપાસ માટે SIT ને વધુ સમય આપવાનો નિર્ણય લીધો છે. કોર્ટે એમ પણ કહ્યું કે વિજય શાહને ધરપકડથી વચગાળાનું રક્ષણ યથાવત રહેશે. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી પર પણ રોક લગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે સમાંતર સુનાવણીની કોઈ જરૂર નથી. સુપ્રીમ કોર્ટે એક અરજદારને આ મામલાનું રાજકારણ ન કરવા કહ્યું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તપાસ પ્રારંભિક તબક્કામાં છે. SIT તપાસ ચાલુ રહેશે.
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે આ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી SIT એ સીલબંધ પરબિડીયુંમાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો છે. આ કેસની તપાસ કરી રહેલી SIT ના વડા સાગર ઝોનના DIG પ્રમોદ વર્મા છે જ્યારે SSB DIG કલ્યાણ ચક્રવર્તી અને ડિંડોરીના પોલીસ અધિક્ષક વાહિની સિંહ તેના સભ્યો છે. છેલ્લી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે FIR પર સ્ટે મૂકવાની માગણીને નકારી કાઢી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તમે મંત્રી છો, આવા સંવેદનશીલ સમયમાં બંધારણીય પદ સંભાળનાર વ્યક્તિએ વિચારપૂર્વક બોલવું જોઈએ. વિજય શાહે સુપ્રીમ કોર્ટને કહ્યું કે મારા નિવેદનને ગેરસમજ કરવામાં આવી છે જ્યારે હું તેના માટે માફી માગી છે.
મંત્રી વિજય શાહે ફરી માફી માગી, કહ્યું- `ભાષાકીય ભૂલ` કરી
કર્નલ સોફિયા કુરેશી વિશેની તેમની વિવાદાસ્પદ ટિપ્પણીને `ભાષાકીય ભૂલ` ગણાવતા, મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહે ફરી એકવાર માફી માગી છે. શુક્રવારે વિજય શાહે ટ્વિટર પર લેખિત માફી માગી. તેમણે કે, "હું થોડા દિવસો પહેલા પહલગામમાં થયેલા ભયાનક હત્યાકાંડથી ખૂબ જ દુઃખી અને વ્યથિત છું. મને હંમેશા મારા દેશ પ્રત્યે ખૂબ પ્રેમ અને ભારતીય સેના પ્રત્યે આદર રહ્યો છે. મારા દ્વારા બોલાયેલા શબ્દોથી સમુદાય, ધર્મ અને દેશવાસીઓને દુઃખ થયું છે, તે મારી ભાષાકીય ભૂલ હતી." તેમણે વધુમાં કહ્યું, "મારો હેતુ કોઈપણ ધર્મ, જાતિ કે સમુદાયને દુઃખ પહોંચાડવાનો કે અપમાન કરવાનો નહોતો. હું અજાણતા બોલાયેલા શબ્દો માટે ભારતીય સેના, કર્નલ સોફિયા અને તમામ દેશવાસીઓની દિલથી માફી માગુ છું અને ફરી એકવાર હાથ જોડીને માફી માગુ છું."


