હેરાફેરી 3 વિવાદ મામલે પરેશ રાવલે ટ્વીટ કરીને આપી સ્પષ્ટતા
પરેશ રાવલ
પરેશ રાવલ આ દિવસોમાં ‘હેરાફેરી 3’ ફિલ્મ છોડવાને લઈને ચર્ચામાં છે. તેમના અચાનક ફિલ્મમાંથી બહાર નીકળવાના નિર્ણયને કારણે ફિલ્મના નિર્માતા અક્ષયકુમારે તેમની સામે કાનૂની કાર્યવાહી કરી છે. આ અંગે હવે પરેશ રાવલે પણ સ્પષ્ટ જવાબ આપ્યો છે અને ટ્વીટ કરીને કહ્યું છે કે મારા વકીલે તેમને યોગ્ય જવાબ આપી દીધો છે.
ADVERTISEMENT
પરેશ રાવલે રવિવારે સવારે તેમના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર એક ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં તેમણે લખ્યું હતું કે ‘મારા વકીલ અમિત નાઈકે મારા ફિલ્મમાંથી બહાર નીકળવા વિશેનો ઉચિત જવાબ મોકલી દીધો છે. એક વાર તેઓ મારો જવાબ વાંચી લેશે તો બધા મુદ્દાઓ શાંત થઈ જશે.’
પરેશ રાવલે ‘હેરાફેરી 3’ છોડવાની વાત કરી ત્યારે તેમના ચાહકોને ઊંડો આઘાત લાગ્યો હતો. આ પછી અક્ષયકુમારની કંપની કેપ ઑફ ગુડ ફિલ્મ્સે પરેશ રાવલ પર ૨૫ કરોડ રૂપિયાનો દાવો દાખલ કર્યો હતો. આ સાથે એ પણ જણાવવામાં આવ્યું હતું કે આ ફિલ્મને અચાનક છોડવાના નિર્ણયથી ફિલ્મનિર્માતાઓને ઘણું નુકસાન થયું છે.

