ઉત્તર પ્રદેશની ઘટનાઃ ગાડી ગબડીને તળાવમાં ગઈ એને લીધે લોકો ગૂંગળાઈ મર્યા
ઘટનાસ્થળ
ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં ગઈ કાલે સવારે એક રોડ-અકસ્માત થયો હતો. બડોરી ટોલપ્લાઝા પાસે નૅશનલ હાઇવે પર એક સ્કૉર્પિયો કારનું ટાયર ફાટતાં કાર અનિયંત્રિત થઈને રોડના કિનારે આવેલા તળાવમાં જઈ પડી હતી. કાર કાનપુરથી પ્રયાગરાજ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો.
અકસ્માતમાં ૪ લોકોનાં ઘટનાસ્થળે જ શ્વાસ રૂંધાવાને કારણે મોત થયાં હતાં, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હતા. તળાવમાં પાણી ભરેલું હોવાથી સ્કૉર્પિયોમાં સવાર મુસાફરોને સમયસર બહાર કાઢવાનો મોકો જ નહોતો મળ્યો. અડફેટે ચડેલા પાંચ લોકો ઘાયલ થયા હતા અને તેમને તરત જ સારવાર અર્થે હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.


