Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > યુપીમાં સૌથી વધુ કુપોષિત બાળકો : અખિલેશ

યુપીમાં સૌથી વધુ કુપોષિત બાળકો : અખિલેશ

18 October, 2021 09:54 AM IST | Lucknow
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને સમાજવાદી પક્ષના પ્રમુખ અખિલેશ યાદવે રવિવારે પત્રકાર પરિષદને સંબોધતા રાજ્યની બીજેપી સરકાર પર પ્રહાર કર્યા હતા

અખિલેશ યાદવ

અખિલેશ યાદવ


ઉત્તર પ્રદેશમાં દેશના સૌથી વધુ કુપોષિત બાળકો હોવાનું કહીને અખિલેશ યાદવે રાજ્યની બીજેપી સરકાર પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું હતું કે બીજેપી સરકાર ખોટી દિશામાં કામ કરી રહી છે તે કુપોષિત બાળકોની સંખ્યા દર્શાવે છે.

ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને સમાજવાદી પક્ષના પ્રમુખ અખિલેશ યાદવે રવિવારે પત્રકાર પરિષદને સંબોધતા રાજ્યની બીજેપી સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ભારત હંગર ઇન્ડેક્સમાં પાકિસ્તાન, બંગલા દેશ અને નેપાળ કરતાં પણ પાછળ છે. તેમાં સૌથી વધુ કુપોષિત બાળકો ઉત્તર પ્રદેશમાં છે કેન્દ્ર સરકાર પાંચ મિલ્યન ઇકૉનૉમી બનાવવાનું કહેતી હતી અને ઉત્તર પ્રદેશ સરકાર એક ટ્રિલ્યન ઇકૉનૉમી બનાવવાનું કહેતી હતી, પણ કુપોષણના આંકડા દર્શાવે છે કે બીજેપી સરકાર ખોટી દિશામાં કામ કરી રહી છે.



ગુરુવારે જાહેર થયેલા ગ્લોબલ હંગર ઇન્ડેક્સના વૈશ્વિક રિપોર્ટમાં ભારત ૨૭.૫ના સ્કોર સાથે ૧૧૬ દેશોમાં ૧૦૧માં ક્રમે આવ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

18 October, 2021 09:54 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK