° °

આજનું ઇ-પેપર
Friday, 27 January, 2023


ઍર ઈન્ડિયા, ઈન્ડિગો બાદ સ્પાઈસ જેટની ફજેતી, મુસાફરે મહિલા ક્રુ મેમ્બર સાથે...

23 January, 2023 09:05 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ વીડિયોમાં પેસેન્જર મહિલા ક્રૂ મેમ્બર પર બૂમો પાડતો જોવા મળી રહ્યો છે. આ પછી કેટલાક વધુ મુસાફરો મહિલા ક્રૂ મેમ્બર પાસે આવે છે અને જે પેસેન્જર મહિલા ક્રૂ મેમ્બર સાથે દલીલ કરે છે તેને બેસવાનું કહેવામાં આવે છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

ઍર ઈન્ડિયા (Air India) અને ઈન્ડિગો (Indigo)બાદ હવે સ્પાઈસ જેટ(Spice Jet)ની વિચિત્ર ઘટના સામે આવી છે. સ્પાઈસ જેટ (Spice Jet)ની ફ્લાઈટમાં એક મુસાફરે ક્રૂ મેમ્બર સાથે કથિત રીતે ગેરવર્તન કર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પેસેન્જરે મહિલા ક્રૂ મેમ્બર સાથે કથિત રીતે ગેરવર્તન ( Misbehaviour With Crew Member)કર્યું હતું. આ ઘટના સાથે જોડાયેલ એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પેસેન્જર મહિલા ક્રૂ મેમ્બર પર બૂમો પાડતો જોવા મળી રહ્યો છે. આ પછી કેટલાક વધુ મુસાફરો મહિલા ક્રૂ મેમ્બર પાસે આવે છે અને જે પેસેન્જર મહિલા ક્રૂ મેમ્બર સાથે દલીલ કરે છે તેને બેસવાનું કહેવામાં આવે છે.

ANI અનુસાર, ઘટના દિલ્હીથી હૈદરાબાદ જઈ રહેલી ફ્લાઈટ (Delhi Hyderabad Flight)ની છે. 23 જાન્યુઆરીએ દિલ્હીમાં ફ્લાઈટમાં બોર્ડિંગ કરતી વખતે કથિત ગેરવર્તનને લઈને પેસેન્જર અને ક્રૂ મેમ્બર વચ્ચે પહેલી દલીલ શરૂ થઈ હતી. આ પછી મહિલા ક્રૂ મેમ્બરે PIC અને સિક્યોરિટી સ્ટાફને પેસેન્જર સાથે થયેલા ગેરવર્તણૂકની જાણકારી આપી. આ પછી, કથિત રીતે ગેરવર્તન કરનાર મુસાફર અને તેની સાથે મુસાફરી કરી રહેલા સહ-મુસાફરને દિલ્હીમાં જ ફ્લાઈટમાંથી નીચે ઉતારીને સુરક્ષા કર્મચારીઓને સોંપવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે ફ્લાઈટમાં પેસેન્જર દ્વારા ગેરવર્તનનો આ પહેલો મામલો નથી. ગયા વર્ષે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સહ-મુસાફર પર કથિત રીતે પેશાબ કરવાનો મામલો સામે આવ્યો હતો. આ ઘટના સામે આવ્યા બાદ એર ઈન્ડિયાએ આરોપી શંકર મિશ્રા પર ચાર મહિનાનો પ્રવાસ પ્રતિબંધ લગાવી દીધો હતો. આ ઘટના 26 નવેમ્બર 2022ના રોજ ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં બની હતી.

ન્યૂઝ એજન્સી એએનઆઈએ અહેવાલ આપ્યો હતો કે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક વૃદ્ધ મહિલા પર પેશાબ કરવા બદલ એરલાઈને શંકર મિશ્રા પર ચાર મહિના માટે પ્રતિબંધ મૂક્યો છે. ન્યુયોર્ક-દિલ્હી ફ્લાઈટમાં બનેલી આ ઘટનાથી દેશભરમાં રોષ ફેલાયો હતો.

23 January, 2023 09:05 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

ભારત બાયોટેકની નેઝલ કોવિડ વેક્સિન iNCOVACC લોન્ચ, જાણો કિંમત અહીં

ભારત બાયોટેકને ડિસેમ્બર 2022માં પ્રાથમિક 2-ડોઝ અને હેટરોલોગસ બૂસ્ટર તરીકે મંજૂરી આપવામાં આવી હતી

26 January, 2023 04:44 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

Attention! DGCAએ આપી પ્રવાસીઓને મોટી રાહત, આમ થતાં મળશે રિફન્ડ

નાગર વિમાનન મહાનિદેશાલય (DGCA)એ બુધવારે પ્રવાસીઓને મોટી રાહત આપતા ટિકિટોના રિફન્ડ સાથે જોડાયેલા નિયમોમાં સંશોધન કર્યું છે.

26 January, 2023 04:34 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

PMએ NCC કેડેટ્સને કર્યા સંબોધિત, દેશ નિર્માણમાં યુવાનોની મોટી જવાબદારી- મોદી

યુવાન દેશની આકાંક્ષાઓ અને સપનાઓનું પ્રતિનિધિત્વ કરે છે. વિકસિત ભારતના સૌથી મોટા લાભાર્થી પણ યુવાનો છે. દેશના નિર્માણની સૌથી મોટી જવાબદારી પણ યુવાનોના ખભે છે.

26 January, 2023 02:07 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK