° °

આજનું ઇ-પેપર
Sunday, 29 January, 2023


ફ્લાઈટમાં પેશાબ કેસ- ઍર ઈન્ડિયા પર 30 લાખનો દંડ, પાઇલટ 3 મહિના માટે સસ્પેન્ડ

20 January, 2023 05:36 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પેશાબની ઘટનાને લઈને કડક કાર્યવાહી કરી છે. DGCAએ ઍર ઈન્ડિયા પર 30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ડીજીસીએએ પાઇલટનું લાઇસન્સ પણ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કર્યું છે.

પ્રતીકાત્મક તસવીર Air India

પ્રતીકાત્મક તસવીર

DGCAએ 26 નવેમ્બર 2022ના રોજ ઍર ઈન્ડિયાની (Air India) ફ્લાઈટમાં પેશાબની ઘટનાને લઈને કડક કાર્યવાહી કરી છે. DGCAએ ઍર ઈન્ડિયા પર 30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ડીજીસીએએ પાઇલટનું લાઇસન્સ પણ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કર્યું છે.

26 નવેમ્બરે આરોપી મિશ્રા કર્યું આ કુકર્મ
26 નવેમ્બર 2022ના રોજ, ઍર ઈન્ડિયાની ફ્લાઈટમાં વૃદ્ધ મહિલા મુસાફરની સામે અશ્લીલ કૃત્ય અને પેશાબ કરવાના આરોપી શંકર મિશ્રાની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. આરોપી ઘણા દિવસોથી ફરાર હતો. પોલીસે 7 જાન્યુઆરીએ બેંગલુરુમાંથી આરોપીની ધરપકડ કરી. દારૂના નશામાં શંકર મિશ્રાએ મહિલા સાથે ખરાબ કૃત્ય કર્યું હતું. આ મામલે અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી હતી.

જણવવાનું કે ઍર ઈન્ડિયાએ આ કેસને લઈને આરોપી મિશ્રા પર 4 મહિના માટે પ્રતિબંધ પણ લગાવી દીધો છે. શંકર મિશ્રા 4 મહિના સુધી ઍર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી કરી શકશે નહીં.

આ પણ વાંચો : ઍર ઇન્ડિયાએ શંકર મિશ્રા પર ચાર મહિનાનો બૅન મૂક્યો

આ મામલો સામે આવ્યા બાદ અનેક નેતાઓની પ્રતિક્રિયાઓ આવી છે. સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું હતું કે આ ખૂબ જ ખરાબ કૃત્ય છે. તેમણે એમ પણ કહ્યું, "ઘટનાઓનો સંપૂર્ણ ક્રમ દર્શાવે છે કે મહિલા જે દાવો કરી રહી છે તેમાં સત્ય છે."

20 January, 2023 05:36 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

News In Short: ભારત ચીનને ધ્યાનમાં રાખી પરમાણુ શક્તિને અપગ્રેડ કરી રહ્યું છે

આ પહેલાં પરંપરાગત રીતે ભારતની ન્યુક્લિયર સ્ટ્રૅટેજીના કેન્દ્રસ્થાને પાકિસ્તાન જ રહેતું હતું, પણ હવે ચીન પર પણ વધારે ફોકસ આપવામાં આવી રહ્યું હોય એમ જણાય છે

29 January, 2023 10:10 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રીય સમાચાર

કર્ણાટકમાં બ્રાહ્મણો નારાજ થયા તો રાજ્યસરકાર દ્વારા ‘રિવર્સ રિઝર્વેશન’ માટે આદેશ

સરકારે બ્રાહ્મણોની માલિકી ધરાવતાં અખબારોને મહિને બે પેજની સરકારી જાહેરાતો માટે સર્ક્યુલર ઇશ્યુ કર્યો

29 January, 2023 10:03 IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રીય સમાચાર

આઇએમએફને પાકિસ્તાનના બજેટના અંદાજમાં ૨૦૦૦ અબજનું ગાબડું જણાયું,લૉન માટે શરત મૂકી

પાકિસ્તાન અને આઇએમએફના અધિકારીઓ વચ્ચે મંગળવારથી વાતચીતની શરૂઆત થશે, જેમાં આર્થિક મોરચે નિર્ધારિત માપદંડોના પાલનમાં નિષ્ફળતા ચર્ચા માટે મુખ્ય વિષય હશે

29 January, 2023 09:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK