Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મધ્ય પ્રદેશના સંસદસભ્ય અનિલ ફિરોજિયાને ઘેરબેઠા વૅક્સિન અપાઈ?

મધ્ય પ્રદેશના સંસદસભ્ય અનિલ ફિરોજિયાને ઘેરબેઠા વૅક્સિન અપાઈ?

16 May, 2021 01:02 PM IST | Ujjain
Agency

મધ્ય પ્રદેશના ઉજ્જૈનનું પ્રતિનિધિત્વ કરતા સંસદસભ્ય અનિલ ફિરોજિયા અને તેમના કુટુંબીજનો તથા સ્ટાફને ઘેરબેઠાં એન્ટિ કોવિડ વૅક્સિન આપવાના પગલાની તપાસ યોજવાનો આદેશ આપવામાં આવ્યો છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મધ્ય પ્રદેશના ઉજ્જૈનનું પ્રતિનિધિત્વ કરતા સંસદસભ્ય અનિલ ફિરોજિયા અને તેમના કુટુંબીજનો તથા સ્ટાફને ઘેરબેઠાં એન્ટિ કોવિડ વૅક્સિન આપવાના પગલાની તપાસ યોજવાનો આદેશ આપવામાં આવ્યો છે. સરકારી મેડિકલ ટીમે અનિલ ફિરોજિયાના ઘરે જઈને અનેક લોકોને એન્ટિ કોવિડ વૅક્સિન આપ્યાની માહિતી મળતાં જિલ્લા વહીવટી તંત્રે તપાસનો આદેશ આપ્યો હતો. બીજેપીના કાર્યકર કપિલ કટારિયાએ વૅક્સિન લેતો ફોટો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને તેને માટે અનિલ ફિરોજિયાનો આભાર માન્યા પછી આ ઘટના પ્રકાશમાં આવી હતી.

વૅક્સિનેશન માટે કોઈના ઘરે મેડિકલ ટીમ મોકલવાની કાયદામાં  જોગવાઈ ન હોવાની  અને એ જોગવાઈનો ભંગ ન કર્યાની સ્પષ્ટતા કૉન્ગ્રેસના હોદ્દેદારોને ગળે ઊતરી નહોતી.  બયાનમાં સામાન્ય નાગરિકો વૅક્સિનની તંગી સામે ઝઝૂમતા હોય ત્યારે ઘરે જઈને વૅક્સિન આપવાનું બેશરમ કૃત્ય આચરવામાં આવ્યું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

16 May, 2021 01:02 PM IST | Ujjain | Agency

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK