સેક્સ-સ્કૅન્ડલ સામે આવ્યા બાદ પ્રજ્વલ સામે પોલીસ-ફરિયાદ થઈ હતી.
પ્રજ્વલ ગૌડા
કર્ણાટકમાં બે હજારથી વધુ મહિલાઓનું શારીરિક શોષણ કરીને તેમના વિડિયો શૂટ કરવાના સૌથી મોટા સેક્સ-સ્કૅન્ડલના મુખ્ય આરોપી સંસદસભ્ય પ્રજ્વલ ગૌડાનું નિવેદન સામે આવ્યું છે. બુધવારે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા પ્રજ્વલે કહ્યું છે કે ‘હું હાલ બૅન્ગલોરમાં નહીં હોવાથી મેં વકીલ મારફત પોલીસને જાણકારી આપી છે. ટૂંક સમયમાં સત્યની જીત થશે.’
સેક્સ-સ્કૅન્ડલ સામે આવ્યા બાદ પ્રજ્વલ સામે પોલીસ-ફરિયાદ થઈ હતી. એ પછી ભૂતપૂર્વ વડા પ્રધાન એચ. ડી. દેવ ગૌડાના પૌત્ર પ્રજ્વલને JDS (જનતા દળ-સેક્યુલર)માંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. પ્રજ્વલના વકીલે જણાવ્યું હતું કે બૅન્ગલોર પાછા ફરવા અને પોલીસ સમક્ષ પૂછપરછ માટે હાજર થવા માટે પ્રજ્વલે ૭ દિવસની મુદત માગી છે. પ્રજ્વલ અને તેના પિતા એચ. ડી. રેવન્ના સામે તેમના ઘરમાં કામ કરતી મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. એ પછી સમગ્ર સ્કૅન્ડલ સામે આવ્યું હતું. પ્રજ્વલ રેવન્ના કર્ણાટકની હસન બેઠક પરથી લોકસભાની ચૂંટણીનો ઉમેદવાર છે. મતદાનના બીજા જ દિવસે તે વિદેશ ભાગી ગયો હતો.