Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મસૂરીમાં હાર્ટ અટૅક આવે તો બચવાના ચાન્સ ઓછા સમજજો

મસૂરીમાં હાર્ટ અટૅક આવે તો બચવાના ચાન્સ ઓછા સમજજો

Published : 09 June, 2025 07:16 AM | Modified : 09 June, 2025 07:20 AM | IST | Mussoorie
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૬૨ વર્ષના એક સહેલાણીએ ટ્રૅફિકમાં છેલ્લા શ્વાસ લીધા

હાર્ટ અટૅકની પ્રતીકાત્મક તસવીર

હાર્ટ અટૅકની પ્રતીકાત્મક તસવીર


મસૂરીમાં ભારે ટ્રૅફિક-જૅમમાં ફસાઈ જવાથી દિલ્હીથી ફરવા આવેલા ૬૨ વર્ષના કમલ કિશોર ટંડનનું મૃત્યુ થયું હતું. ટંડન પરિવાર પાંચમી જૂને વેકેશન માટે મસૂરી આવ્યો હતો અને તેઓ મોતીલાલ નેહરુ રોડ પરના એક અપાર્ટમેન્ટમાં રહેતા હતા.


આ ઘટના વિશે જણાવતાં તેમના ભત્રીજા અર્જુન કપૂરે કહ્યું હતું કે ‘ખરાબ હવામાન અને ભારે વરસાદને કારણે કમલ કિશોર ટંડન અચાનક બીમાર પડી ગયા હતા. શરૂઆતમાં અમે ૧૦૮ ઇમર્જન્સી સર્વિસ દ્વારા ઍમ્બ્યુલન્સ બોલાવી હતી, પણ ઍમ્બ્યુલન્સને દેહરાદૂનથી મસૂરી પહોંચવામાં લગભગ એક કલાક લાગશે એવું જણાવવામાં આવ્યું હતું. કોઈ વિકલ્પ ન હોવાથી અમે પોતાના વાહનમાં તેમને નજીકની લૅન્ડૉર કમ્યુનિટી હૉસ્પિટલમાં લઈ જવાનું નક્કી કર્યું. જોકે મસૂરીના સાંકડા રસ્તાઓ ટ્રૅફિકથી ભરાયેલા હતા, જેમાં ઘણા ટેમ્પો-ટ્રાવેલર્સ અને અન્ય પ્રવાસી વાહનોનો સમાવેશ થતો હતો. એને કારણે ભારે ટ્રૅફિક-જૅમ થયો હતો.’



સ્થાનિક રહેવાસીઓએ અને પોલીસ-કર્મચારીઓએ ટ્રૅફિક-જૅમ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રસ્તો કાઢવામાં લગભગ ૪૫ મિનિટ લાગી હતી. પરિવાર હૉસ્પિટલમાં પહોંચ્યો ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું અને કમલ કિશોર ટંડનનું રસ્તામાં જ મૃત્યુ થઈ ગયું હતું.


Whatsapp-channel Whatsapp-channel

09 June, 2025 07:20 AM IST | Mussoorie | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK