પાર્ટીના આ આયોજનમાં TMCના તમામ નેતાઓ હાજર રહેતા હોવાથી સર્વપક્ષીય બેઠકમાં TMCમાંથી કોઈ ઉપસ્થિત નહીં રહે.
પ્રતીકાત્મક તસવીર
સંસદનું મૉન્સૂન સત્ર જુલાઈથી ૧૨ ઑગસ્ટ વચ્ચે યોજાશે એ પહેલાં સરકારે રવિવારે ૨૧ જુલાઈએ સર્વપક્ષીય બેઠકનું આયોજન કર્યું છે, પણ આ બેઠકમાં મમતા બૅનરજીની તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC) હાજર નહીં રહે. TMC એ દિવસે શહીદ-દિવસનું આયોજન કરતી હોય છે. વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે તો તેમની આ પહેલી બેઠક હશે.
TMCના નેતા અને રાજ્યસભાના સંસદસભ્ય ડેરેક ઓબ્રાયને સંસદીય કાર્યપ્રધાન કિરેન રિજિજુને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે TMC છેલ્લાં ૩૦ વર્ષથી ૨૧ જુલાઈએ શહીદ-દિવસ મનાવે છે. ૧૯૯૩માં TMCના ૧૩ કાર્યકરો પોલીસ-ફાયરિંગમાં મૃત્યુ પામ્યા હતા. પાર્ટીના આ આયોજનમાં TMCના તમામ નેતાઓ હાજર રહેતા હોવાથી સર્વપક્ષીય બેઠકમાં TMCમાંથી કોઈ ઉપસ્થિત નહીં રહે.

