દિલ્હી હાઈ કોર્ટનો કેન્દ્ર સરકારને સણસણતો સવાલ
દિલ્હી હાઈ કોર્ટ
દિલ્હી હાઈ કોર્ટે ઇન્ડિગો કટોકટી પર ગઈ કાલે કેન્દ્ર સરકારને ઠપકો આપ્યો હતો અને કોર્ટે પૂછ્યું કે જ્યારે ઍરલાઇન નિષ્ફળ ગઈ ત્યારે સરકારે શું કર્યું? ફ્લાઇટની ટિકિટના ભાવ ૪૦૦૦-૫૦૦૦થી વધીને ૩૦,૦૦૦ રૂપિયા કેવી રીતે થયા? અન્ય ઍરલાઇન્સે આનો લાભ કેવી રીતે લીધો? તમે શું પગલાં લીધાં? તમે પરિસ્થિતિને આ તબક્કે કેમ પહોંચવા દીધી?
ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ તુષાર રાવ ગેડેલાની ડિવિઝન બેન્ચ ઇન્ડિગો કટોકટીની સ્વતંત્ર ન્યાયિક તપાસ અને જેમની ફ્લાઇટ્સ રદ થઈ હતી અથવા ઍરપોર્ટ પર ફસાયેલી હતી તેમની વળતરની માગણી કરતી જાહેર હિતની અરજી પર સુનાવણી કરી હતી.
ADVERTISEMENT
આ મુદ્દે કોર્ટે જણાવ્યું હતું કે ‘આ ફક્ત વ્યક્તિગત મુસાફરોનો મામલો નથી, પરંતુ એને કારણે નાણાકીય નુકસાન પણ થયું છે. સરકારે ખાતરી કરવી જોઈએ કે ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ફરીથી ઊભી ન થાય. સરકારે વિમાનભાડાં પર કૅપ લગાવી હતી, પણ આ કાર્યવાહી ચારથી પાંચ દિવસ પછી કરવામાં આવી હતી.’


