સુઝલોન એનર્જી 1200 કરોડ ન ચુકવી શકતા ડિફોલ્ટ જાહેર થઇ
Mumbai : ગુજરાતની જાણીતી રીન્યૂએબલ એનર્જી કંપની સુઝલોન પૈસાની ચૂકવણી કરવામાં નિષ્ફળ જશે.તેવી આશંકા છેલ્લા બે મહિનાથી બજારમાં વ્યકત કરવામાં આવી હતી. પણFCCBનું પેયમેન્ટ સુઝલોન ચુકવી ન શકતા અંતે કંપની ડિફોલ્ટ થઈ છે. 16મી જુલાઈની પાકતી મુદતે સુઝલોન એનર્જીએ અંદાજે 1200 કરોડ રૂપિયાના ફોરેન કરન્સી કન્વર્ટેબલ બોન્ડ (FCCB)ને પરત ચૂકવણી કરવાની હતી.
પણ કંપનીએ આપેલ નિવેદન અનુસાર કંપનીએ 172 મિલિયન ડોલરના બોન્ડની ચૂકવણીમાં ડિફોલ્ટ કર્યું છે. જોકે સુઝલોન લેણૅદારો અને બોન્ડ ધારકો સાથે ચર્ચા-વિચારણા કરી રહી છે અને પરસ્પર સમહતિથી કોઈ નક્કર યોજના સાથે કંપનીને ફરી બેઠી કરવા માટે સમાધાન ઘડશે, તેમ રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવ્યું છે.
કેનેડાની બ્રુકફિલ્ડ એસેટ મેનેજમેન્ટ કંપની સુઝલોનમાં હિસ્સો ખરીદવા ઇચ્છા વ્યક્ત કરી
કેનેડાની બ્રુકફિલ્ડ એસેટ મેનેજમેન્ટ કંપની દેવાના ડુંગર હેઠળ દબાયેલ ભારતીય વિન્ડ ટર્બાઈન ઉત્પાદક સુઝલોન એનર્જી લિમિટેડમાં મહત્તમ હિસ્સો ખરીદવા અંતિમ તબક્કાની વાટાઘાટો કરી રહી છે. અગાઉ અપેક્ષા સેવાઈ રહી હતી કે ડેનિશ કંપની વેસ્ટાસ વિન્ડ સિસ્ટમ સુઝલોનમાં ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ કરીને સુઝલોનને ડૂબતી અટકાવી શકે છે પરંતુ, ડેનમાર્કની કંપની સાથે આ વાટાઘાટો પડી ભાંગતા અંતે કંપની ડેટના રીસ્ટ્રકચરિંગ અથવા નવા રોકાણકાર તરફ વળી હતી. સુઝલોનને બ્રુકફિલ્ડ દ્વારા મુકેલી શરતો સ્વીકાર્ય છે અને આગામી ત્રણથી છ માસમાં આ સોદો પૂર્ણ થઈ શકે છે. જોકે આ ડીલ માટેની ડ્યુ ડિજિલિયન્સ પ્રોસેસ પણ હજી પૂર્ણ નથી થઈ. ટોરન્ટો સ્થિત રોકાણકાર નવા ઈશ્યુ થયેલ શેર ખરીદશે અને વર્તમાન શેરધારકો પાસેથી પણ શેર ખરીદશે, જેના માટે ઓપન ઓફર પણ્ન સુઝલોન બહાર પાડી શકે છે. આ મહિનાના અંત સુધીમાં આ ઓપન ઓફર જાહેર થઈ શકે છે.
આ પણ જુઓ : Assam Flood: પૂરને કારણે જીવન-મરણનો જંગ લડી રહ્યા છે લોકો, 43 લાખ લોકોને અસર
આ બાબતથી માહિતગાર સૂત્રોએ આપેલ જાણકારી અનુસાર કેનેડાની આ કંપની સુઝલોનના રોકાણાકરો સાથે વન ટાઈમ સેટલમેન્ટ પ્લાન હેઠળ કામગીરી કરી રહી છે,જેમાં 11,000 કરોડના દેવાના રીસ્ટ્રકચરિંગની વાતચીત ચાલુ છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહિતના લેણૅદારો પોતાની લોનની 50% રકમ જતી કરે તો જ આ સોદો માટે બ્રુકફિલ્ડ તૈયાર હોવાનું મનાઈ રહ્યું છે. તુલસી તાંતીની કંપની સૂઝલોનને નાણાકીય વર્ષ 2019માં 1,537 કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું, જેનાથી તેની નેટવર્ક માઈનસમાં ચાલી ગઈ હતી.


