Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતના જુડિ​શ્યલ ઑફિસર્સની અરજી પર સુપ્રીમ કોર્ટ જુલાઈમાં સુનાવણી કરશે

ગુજરાતના જુડિ​શ્યલ ઑફિસર્સની અરજી પર સુપ્રીમ કોર્ટ જુલાઈમાં સુનાવણી કરશે

17 May, 2023 12:19 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ જુડિ​શ્યલ ઑફિસર્સના પ્રમોશન પર અદાલત દ્વારા સ્ટે મુકાયો છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


સુપ્રીમ કોર્ટે ગુજરાતના અનેક જુડિશ્યલ ઑફિસર્સની એક અરજી પર જુલાઈમાં સુનાવણી કરવા માટે ગઈ કાલે સંમતિ દાખવી હતી. અદાલતે આ જુડિશ્યલ ઑફિસર્સના પ્રમોશન પર સ્ટે મૂક્યો હતો. 

જસ્ટિસ એમ. આર. શાહ (હવે નિવૃત્ત)ના વડપણ હેઠળની બેન્ચે ૧૨ મેએ ગુજરાતના ૬૮ લોઅર જુડિશ્યલ ઑફિસર્સના પ્રમોશન પર સ્ટે મૂક્યો હતો, જેમાં બદનક્ષીના કેસમાં કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીને દોષી ગણાવતો ચુકાદો આપનારા સુરતના ચીફ જુડિશ્યલ મૅજિસ્ટ્રેટ હરીશ હસમુખભાઈ વર્મા પણ સામેલ છે. 



ચીફ જસ્ટિસ ડી.વાય. ચન્દ્રચુડ અને જસ્ટિસિસ પી.એસ. નરસિંહા અને જે.બી. પારડીવાલાની બેન્ચે જુડિશ્યલ ઑફિસર્સ તરફથી હાજર સિનિયર ઍડ્વોકેટ મીનાક્ષી અરોરાની એ રજૂઆતને ધ્યાનમાં લીધી હતી કે ૧૨ મેના સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરતાં ગુજરાત હાઈ કોર્ટ દ્વારા આ જુડિ​શ્યલ ઑફિસર્સને ફરી તેમની ઓરિજિનલ લોઅર કૅડરમાં મોકલવામાં આવ્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

17 May, 2023 12:19 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK