Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સાતમાંથી પાંચ એક્ઝિટ પોલે વરતારો આપ્યો દીદીગીરીના અંતનો : પશ્ચિમ બંગાળમાં પહેલી વાર કમળ ખીલવાના અણસાર

સાતમાંથી પાંચ એક્ઝિટ પોલે વરતારો આપ્યો દીદીગીરીના અંતનો : પશ્ચિમ બંગાળમાં પહેલી વાર કમળ ખીલવાના અણસાર

Published : 30 April, 2026 08:51 AM | Modified : 30 April, 2026 08:52 AM | IST | Kolkata
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે બે એક્ઝિટ પોલમાં તૃણમૂલ કૉન્ગ્રેસને બહુમતી મળશે એવી આગાહી : ૨૯૪ સીટમાંથી ૧૪૮ બેઠકો જીતવી જરૂરી છે સરકાર બનાવવા

વિરોધી વાયરા વચ્ચે પણ મમતા બૅનરજીએ ગઈ કાલે વિક્ટરીની સાઇન દેખાડી હતી

વિરોધી વાયરા વચ્ચે પણ મમતા બૅનરજીએ ગઈ કાલે વિક્ટરીની સાઇન દેખાડી હતી


પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન પૂરું થતાં જ એક્ઝિટ પોલ બહાર આવ્યા હતા. સૌની નજર પશ્ચિમ બંગાળમાં કોની સરકાર બનશે એના પર ટકેલી છે. શું સોનાર બાંગ્લા પર મમતાદીદીનો જાદુ બરકરાર રહેશે કે પછી BJPનું કમળ ખીલીને ૧૫ વર્ષથી ચાલતી મમતા સરકારને ઝટકો મળશે?

પશ્ચિમ બંગાળની કુલ ૨૯૪ વિધાનસભાની બેઠકોમાં સરકાર બનાવવા માટે ૧૪૮ બેઠકો પર જીત જરૂરી છે. પશ્ચિમ બંગાળમાં કુલ ૭ એજન્સીઓએ એક્ઝિટ પોલ બહાર પાડ્યા છે જેમાં પાંચ પોલમાં BJPનો ઝંડો લહેરાતો દેખાય છે, જ્યારે બે એજન્સીઓ દ્વારા BJP ૧૦૦થી અંદર સમેટાઈ જશે એવું બહાર આવ્યું છે. P-MARQ, મૅટ્રિઝ, ચાણક્ય, JVC અને પોલ ડાયરીના એક્ઝિટ પોલ મુજબ TMCને બેઠકોમાં જબરો ફટકો પડે એમ છે અને BJP ૧૪૨થી ૧૭૫ બેઠકો મેળવી શકશે એવી સંભાવના ગણાવાઈ છે, જ્યારે પીપલ્સ પલ્સ અને જનમત પોલનાં તારણો દર્શાવે છે કે ફરી એક વાર બંગાળ હાંસલ કરવાનું BJPનું સપનું સાકાર થઈ શકશે નહીં. 



એક્ઝિટ પોલના આંકડા શું કહે છે?

 

P-MARQ

મૅટ્રિઝ

પીપલ્સ પલ્સ

ચાણક્ય

JVC

પોલ ડાયરી

જનમત પોલ

TMC

૧૧૮-૧૩૮

૧૨૫-૧૪૦

૧૭૬-૧૮૯

૧૩૦-૧૪૦

૧૩૧-૧૫૨

૯૯-૧૨૭

૧૯૫-૨૦૫

BJP

૧૫૦-૧૭૫

૧૪૬-૧૬૧

૯૫-૧૧૦

૧૫૦-૧૬૦

૧૩૮-૧૫૯

૧૪૨-૧૭૧

૮૦-૯૦

કૉન્ગ્રેસ

૧-૩

૦-૨

૩-૫

૧-૩

અન્ય

૨-૬

૬-૧૦

૦-૧

૬-૧૦

૨-૩

૩-૫


 


Whatsapp-channel Whatsapp-channel

30 April, 2026 08:52 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK