Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આ સ્પાઇડરમૅનનો સ્ટન્ટ જામ્યો નહીં એટલે દિલ્હી પોલીસે કાયદાનો પાવર દેખાડવો પડ્યો

આ સ્પાઇડરમૅનનો સ્ટન્ટ જામ્યો નહીં એટલે દિલ્હી પોલીસે કાયદાનો પાવર દેખાડવો પડ્યો

27 April, 2024 02:32 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિડિયો વાઇરલ થતાં ટ્રાફિક-પોલીસે તેને ફૉલો કર્યો અને જોખમી રીતે બાઇક ચલાવવા બદલ ગુનો નોંધ્યો હતો

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા


દિલ્હીના એક યુવકે પોતાના સોશ્યલ મીડિયા ફૉલોઅર્સને ઇમ્પ્રેસ કરવા માટે રસ્તા પર સ્પાઇડરમૅન બનીને સ્ટન્ટ કર્યો હતો. જોકે એનો વિડિયો વાઇરલ થતાં ટ્રાફિક-પોલીસે તેને ફૉલો કર્યો અને જોખમી રીતે બાઇક ચલાવવા બદલ ગુનો નોંધ્યો હતો. ૨૦ વર્ષનો આદિત્ય વર્મા અને તેની ૧૯ વર્ષની મિત્ર અંજલિ હેલ્મેટ વગર બાઇક પર બેઠાં હતાં અને આ બાઇક પર રજિસ્ટ્રેશન-પ્લેટ પણ નહોતી. એક જાગ્રત યુઝરે તેમનો વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો અને દિલ્હી ટ્રાફિક પોલીસે સંજ્ઞાન લઈને ઇન્ડિયન પીનલ કોડ અને મોટર વેહિકલ્સની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

27 April, 2024 02:32 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK