Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ચેક બાઉન્સિંગના કેસમાં રાજપાલ યાદવે ૧.૧૫ કરોડ રૂપિયા જમા કરાવ્યા

ચેક બાઉન્સિંગના કેસમાં રાજપાલ યાદવે ૧.૧૫ કરોડ રૂપિયા જમા કરાવ્યા

Published : 08 October, 2026 10:53 AM | Modified : 08 October, 2026 10:59 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુપ્રીમ કોર્ટની રાજપાલ યાદવને સલાહ: કોઈ સારી ફિલ્મ બનાવીને લોકોનું મનોરંજન કરો; અમારા વકીલો પણ સારી ઍક્ટિંગ કરે છે, તેમને પણ લઈ શકો છો

ગઈ કાલે સુપ્રીમ કોર્ટમાં આવતો રાજપાલ યાદવ.

ગઈ કાલે સુપ્રીમ કોર્ટમાં આવતો રાજપાલ યાદવ.


ચેક બાઉન્સિંગના કેસની સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે ઍક્ટર રાજપાલ યાદવને કટાક્ષમાં નવી ફિલ્મ બનાવીને લોકોનું મનોરંજન કરવાની સલાહ આપી હતી અને કહ્યું કે એનાથી તેમની ઇમેજ સુધારવામાં મદદ મળશે. કોર્ટે આ ઍક્ટરને કહ્યું હતું કે અમારી પાસે કેટલાક વકીલો પણ સારા ઍક્ટર છે, તેમને લઈને કોઈ ફિલ્મ બનાવો.

ચીફ જસ્ટિસ સૂર્યકાન્ત અને ન્યાયાધીશ જોયમાલ્યા બાગચી અને વી. મોહનાની બનેલી બેન્ચે નોંધ્યું હતું કે એના છેલ્લા આદેશ અનુસાર રાજપાલ યાદવે ૧.૧૫ કરોડ રૂપિયા જમા કરાવ્યા છે.
રાજપાલ યાદવના વકીલે સુપ્રીમ કોર્ટને એ પણ જાણ કરી હતી કે તેમને તેમની પ્રૉપર્ટી માટે એક સંભવિત ખરીદનાર મળી ગયો છે જે ૧૨ ઑક્ટોબર સુધીમાં રજિસ્ટ્રીમાં ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ૮૫ લાખ રૂપિયા જમા કરાવવા તૈયાર છે.



સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે કમેન્ટ કરી હતી કે તેઓ રાજપાલ યાદવના વર્તનથી સંતુષ્ટ નથી, પરંતુ એ ઍક્ટરને માત્ર થોડી રાહત (સમય) આપી રહી છે.


કોર્ટમાં વ્યક્તિગત રીતે હાજર રહેલા રાજપાલ યાદવે રજૂઆત કરી હતી કે ‘મને મારી ફિલ્મ ‘અતા પતા લાપતા’ને કારણે આર્થિક નુકસાન થયું હતું. સર, તમને પ્રણામ. મેં લગભગ ૨૦૦થી ૨૫૦ ફિલ્મોમાં કામ કર્યું છે. છેલ્લાં ૧૩ વર્ષોમાં મને ૨૦૦-૨૫૦ કરોડ રૂપિયાનું નુકસાન પણ થયું છે. ‘અતા પતા લાપતા’ ફિલ્મમાં મને નુકસાન વેઠવું પડ્યું હતું; ૧૭ કરોડ રૂપિયા પાણીમાં ગયા. તમે મને ગમે ત્યાં અને ગમે ત્યારે મોકલો, હું તૈયાર છું. મારી વિરુદ્ધ એક પ્રેસ કૉન્ફરન્સ યોજવામાં આવી હતી. મારી ફિલ્મ અટકાવી દેવામાં આવી હતી. એ ૧૨૦૦ થિયેટરોમાં રિલીઝ થવાની હતી, છતાં એક પણ થિયેટરમાં રિલીઝ થઈ શકી નહીં.’

આ મુદ્દે ચીફ જસ્ટિસે સવાલ કર્યો હતો કે ‘શું તમારી કોઈ નવી ફિલ્મ આવી રહી છે? કોઈ સારી ફિલ્મ બનાવીને લોકોનું ફરીથી મનોરંજન કરો. તમારી ઇમેજ ફરીથી બની જશે. અમારી પાસે અહીં કેટલાક વકીલો છે જે સારા કલાકારો પણ છે, શા માટે તેમને દર્શાવતી ફિલ્મ નથી બનાવતા?’


આ કેસમાં હવે આવતા અઠવાડિયે સુનાવણી થશે.

Whatsapp-channel Whatsapp-channel

08 October, 2026 10:59 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK