Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દિલજિત દોસાંઝે મહિલા ચાહકને આપી આજીવન ફ્રી કૉન્સર્ટ ટિકિટ

દિલજિત દોસાંઝે મહિલા ચાહકને આપી આજીવન ફ્રી કૉન્સર્ટ ટિકિટ

Published : 23 November, 2026 02:27 PM | Modified : 23 November, 2026 02:28 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્ટેડિયમમાં હાજર લોકોએ પણ જોરદાર તાળીઓ પાડીને આ જાહેરાતને વધાવી લીધી હતી.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલી કૉન્સર્ટમાં દિલજિત દોસાંઝે સ્ટેજ પર બોલાવેલી એક મહિલા ચાહકને સવાલ કર્યો હતો કે ‘આ વર્ષે તમારો આ કેટલામો શો છે?’ આ સવાલના જવાબમાં મહિલાએ શોરબકોર વચ્ચે આંગળીઓથી સાતમો શો હોવાનો ઇશારો કર્યો. આ સાંભળીને દિલજિતે કહ્યું હતું કે ‘વાહ! આ તેમના માટે આ વર્ષની ઑરા ટૂરનો સાતમો શો છે. તેઓ કૅનેડા આવ્યાં, અમેરિકા આવ્યાં, યુરોપ આવ્યાં, વેમ્બ્લી આવ્યાં અને આજે અમદાવાદ પણ આવ્યાં છે.’

આ પછી દિલજિતે મહિલા ચાહકને એક ગિફ્ટ બૉક્સ આપ્યું અને કહ્યું હતું કે ‘આજ પછી તમારે ટિકિટ ખરીદવાની જરૂર નથી. ના, સોગંદથી કહું છું. હું આ વાત ગંભીરતાથી કહી રહ્યો છું. આજ પછી આખી જિંદગી, જ્યાં સુધી હું ગાઈશ ત્યાં સુધી તમારી ટિકિટ ફ્રી રહેશે. આજ પછી તમારે મારી ટિકિટ ખરીદવાની નથી. જ્યાં સુધી હું ગાઈશ ત્યાં સુધી તમારી ટિકિટ ફ્રી છે.’



દિલજિતની આ જાહેરાત સાંભળીને મહિલા ચાહક ખુશીથી ઝૂમી ઊઠ્યાં હતાં. સ્ટેડિયમમાં હાજર લોકોએ પણ જોરદાર તાળીઓ પાડીને આ જાહેરાતને વધાવી લીધી હતી.


દિલજિતની ઑરા ઇન્ડિયા ટૂરના આગામી શો

મુંબઈ    ૨૭ નવેમ્બર    મહાલક્ષ્મી રેસકોર્સ
બૅન્ગલોર    ૨૯ નવેમ્બર    નાઇસ ગ્રાઉન્ડ્સ
લખનઉ    ૫ ડિસેમ્બર    જંબૂરી ગ્રાઉન્ડ્સ
ચંડીગઢ    ૧૨ ડિસેમ્બર    ન્યુ પીસીએ સ્ટેડિયમ
કલકત્તા    ૧૯ ડિસેમ્બર    વિવેકાનંદ યુવા ભારતી ક્રીડાંગણ


Whatsapp-channel Whatsapp-channel

23 November, 2026 02:28 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK