આજે, ધ સ્માર્ટ ટેક્સી ભારત ના ૪૨ શહેરોમાં ૧૦૦૦ થી વધુ ગાડીઓ સાથે સંચાલિત થઈ રહી છે. ૩૫ થી વધુ કોર્પોરેટ કંપની અને ૧૦૦૦૦ થી વધુ ગ્રાહકો આ સર્વિસીસ નો લાભ લઈ રહ્યા છે.
ધ્રુવમ ઠાકર
હિંમત અને સંકલ્પની અનોખી કહાની
2016માં, એક વ્યક્તિ, જે કોર્પોરેટ નોકરીમાં રૂપિયા ૪૨૦૦૦ મહિને કમાતો હતો અને આઠ વર્ષનો અનુભવી હતો, એક નવું સપનુ સાકાર કરવા, પરિવારને જાણ કર્યા વિના પોતાની સુખદાયી નોકરી છોડી, એક નવી શરૂઆત કરી અને આજે, તે ધ સ્માર્ટ ટેક્સી નામની ટુર અને ટ્રાવેલ કંપની સફળતાપૂર્વક સંચાલિત કરી રહ્યો છે.
ADVERTISEMENT
આજે, ધ સ્માર્ટ ટેક્સી માત્ર ટેક્સી સર્વિસ નહીં, પરંતુ ટુર અને ટ્રાવેલ સોલ્યુશન્સ માટે ભારત તથા વિદેશ થી ભારત આવતા ગ્રાહકો માટે એક વિશ્વસનીય નામ છે. કંપની યાત્રીઓ માટે ઉત્તમ ગુણવતા યુક્ત ટેક્સી સર્વિસની સાથે , કિફાયતી દરે ફ્લાઈટ ટિકિટ, હોટેલ બુકિંગ અને હોલિડે પેકેજિસ પણ પ્રદાન કરે છે.
સંઘર્ષભરી શરૂઆત
વર્ષ ૨૦૧૬ માં, ધ્રુવમએ પોતાનો વ્યવસાય શરૂ કર્યો ત્યારે કોઈ બેંકે લોન મંજૂર કરી નહીં. આર્થિક તકલીફો હોવા છતાં, તેણે પોતાની વર્ષોની બચત તોડીને અને પત્ની તથા પરિવારજનો ની મદદ થી એક કાર ખરીદી અને કોમર્શિયલ લાઈસન્સ મેળવી, પોતે જાતે ટેક્સી ડ્રાઈવિંગ કરવાનું શરૂ કર્યું.
આ સફર સરળ નહોતી. કારની ઇએમઆઇ બાઉન્સ થવા લાગી, ઈંધણ માટે પૈસા નહોતા, અને અનેક વખત મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. પરંતુ હિંમત અને ધૈર્ય એ જ તેનાં મજબૂત હથિયાર રહ્યાં.
પાંચસો રાતો કારમાં – અસાધારણ સંઘર્ષની કહાની
ધ્રુવમએ ખર્ચ બચાવવા માટે પાંચસો થી વધુ રાતો કારમાં ઊંઘી કાઢી. સ્નાન માટે પબ્લિક પે એન્ડ યુઝ સ્નાનગૃહોનો ઉપયોગ કરવો પડ્યો, અને લાંબા સમય સુધી પરિવારથી દૂર રહેવું પડ્યું. તહેવાર અને રજાઓ વિના સતત કામ કરવું – આ એક મજબૂત સંકલ્પની સફર હતી.
એક ઇજનેર – એક ટેક્સી ડ્રાઈવર
ધ્રુવમ મેકેનિકલ એન્જિનિયર અને નિરમા યુનિવર્સિટીમાંથી સિલ્વર મેડલ વિજેતા છે. જ્યારે તેણે ટેક્સી ડ્રાઇવિંગ શરૂ કર્યું, ત્યારે ઘણા લોકોએ ટીકા કરી. પરંતુ ચાર વર્ષ સુધી જાતે કેબ ચલાવી, બજાર અને ગ્રાહકની જરૂરિયાતોને સમજવાનો નિરંતર પ્રયત્ન કર્યો.
ધ સ્માર્ટ ટેક્સી – વિશ્વસનીય અને શ્રેષ્ઠ સેવા
આજે, ધ સ્માર્ટ ટેક્સી ભારત ના ૪૨ શહેરોમાં ૧૦૦૦ થી વધુ ગાડીઓ સાથે સંચાલિત થઈ રહી છે. ૩૫ થી વધુ કોર્પોરેટ કંપની અને ૧૦૦૦૦ થી વધુ ગ્રાહકો આ સર્વિસીસ નો લાભ લઈ રહ્યા છે.
સૌથી મહત્વપૂર્ણ – છેલ્લા આઠ વર્ષમાં એક પણ રાઈડ કેન્સલ થઈ નથી. સરેરાશ ગ્રાહક રેટિંગ ૪.૮ / ૫ છે, જે એક ઉચ્ચ સ્તરની, ગુણવત્તા યુક્ત અને ભરોસાપાત્ર સેવાને દર્શાવે છે.
વિસ્તૃત સેવાઓ અને શ્રેષ્ઠ ડીલ્સ
ધ સ્માર્ટ ટેક્સી હવે માત્ર કેબ સર્વિસ પૂરતી મર્યાદિત નથી. કિફાયતી દરે ફ્લાઇટ ટિકિટ અને હોટેલ બુકિંગ પુરા પડી ગ્રાહકો ના રૂપિયા બચાવમાં પણ એક અગ્રગણ્ય નામ બન્યું છે. ૫૦૦૦ થી વધુ ગ્રાહકો ફ્લાઈટ ટિકિટ અને હોટેલ બુકિંગ માટે, ધ સ્માર્ટ ટેક્સી પર વિશ્વાસ કરે છે.
ધ્રુવમ – યુવા ઉદ્યોગસાહસિકતાનો પ્રેરક સ્તંભ
ધ્રુવમના અસાધારણ અને સંઘર્ષમય પ્રવાસને કારણે, દેશભરના ખ્યાતનામ ઇન્સ્ટિટ્યૂટ જેવાકે IIM , IIT અને બીજી અનેક કોલેજોમાં 70 થી વધારે સેશન્સ દ્વારા ૫૦૦૦ થી વધારે વિદ્યાર્થીઓ ને ઉદ્યમશીલતા પર સંબોધન કરેલ છે.
ગુણવત્તા યુક્ત ટેક્સી સર્વિસ , કિફાયતી દર ની ફ્લાઈટ ટિકિટ કે હોટેલ બુકિંગ, ધ સ્માર્ટ ટેક્સી છે આ દરેક નો શ્રેષ્ઠ ઉપાય!:
સંપર્ક :- +91 82388 83335 (સોમવારથી શનિવાર, સવારે 10 થી સાંજે 8)
વેબસાઈટ :- www.thesmarttaxi.in.

