વડા પ્રધાન ૪ દિવસ માટે જપાન-ચીનના પ્રવાસે
શી જિનપિંગ અને PM નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સાંજે જપાન અને ચીનની મુલાકાત માટે રવાના થવાના છે. ૨૯ ઑગસ્ટથી ૩૦ ઑગસ્ટ સુધી તેઓ જપાનની મુલાકાતે જવાના છે. ૩૧ ઑગસ્ટ અને પહેલી સપ્ટેબરે વડા પ્રધાન ચીનની મુલાકાતે જવાના છે. વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની આ આઠમી જપાન-મુલાકાત છે. ત્યાં તેઓ પંદરમી ભારત-જપાન વાર્ષિક સમિટમાં ભાગ લેવા ઉપરાંત જપાનના વડા પ્રધાન શિગેરુ ઇશિબા સાથે મુલાકાત કરશે. ત્યાર બાદ નરેન્દ્ર મોદી તેમની સાથે બુલેટ ટ્રેનમાં ટ્રાવેલ કરીને સેન્ડાઇ શહેર પહોંચશે. સેન્ડાઇ શહેર સેમી-કન્ડક્ટર માટે પ્રખ્યાત છે. બન્ને દેશો વચ્ચેના ઇકૉનૉમિક સિક્યૉરિટી ઇનિશ્યેટિવ્ઝની પણ આ મુલાકાત દરમ્યાન જાહેરાત કરવામાં આવશે.
એ પછી વડા પ્રધાનનો ચીનનો પ્રવાસ શરૂ થશે. લગભગ ૭ વર્ષ પછી નરેન્દ્ર મોદી ચીનની મુલાકાતે જવાના છે. ત્યાં તેઓ રાષ્ટ્રપતિ શી જિનપિંગની ૩૧ ઑગસ્ટે મુલાકાત લેશે. ચીનમાં વડા પ્રધાન શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશન સમિટમાં ભાગ લેશે.


