Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નરેન્દ્ર મોદી નહીં જાય બંગલાદેશ

નરેન્દ્ર મોદી નહીં જાય બંગલાદેશ

Published : 16 February, 2026 10:17 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૭ ફેબ્રુઆરીએ તારિક રહમાન લેશે શપથ, ભારત તરફથી સ્પીકર ઓમ બિરલા ઢાકા જશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર


બંગલાદેશ નૅશનલિસ્ટ પાર્ટી (BNP)ના અધ્યક્ષ તારિક રહમાન ૧૭ ફેબ્રુઆરીએ બંગલાદેશના નવા વડા પ્રધાન તરીકે શપથ લેશે. સામાન્ય રીતે શપથગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિભવનમાં થાય છે, પરંતુ આ વખતે સમારોહ ઢાકાના નૅશનલ પાર્લમેન્ટ કૉમ્પ્લેક્સમાં થશે.

આ સમારોહમાં હાજર રહેવા માટે ભારતના વડા પ્રધાન સહિત અનેક દેશોના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું.



ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યા મુજબ આ સમારોહમાં ભારત તરફથી લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા ઢાકા થશે. તેમની સાથે વિદેશ સેક્રેટરી વિક્રમ મિસ્ત્રી પણ હશે. નરેન્દ્ર મોદી ૧૭ ફેબ્રુઆરીએ મુંબઈમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુઅલ મૅક્રોં સાથે દ્વિપક્ષીય બેઠક કરવાના હોવાથી ઢાકા નહીં જઈ શકે. 


Whatsapp-channel Whatsapp-channel

16 February, 2026 10:17 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK