Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વસઈ રોડ-વિરાર અને બોરીવલી-દહિસર વચ્ચે આજે રાતે જમ્બો બ્લૉક

વસઈ રોડ-વિરાર અને બોરીવલી-દહિસર વચ્ચે આજે રાતે જમ્બો બ્લૉક

Published : 21 February, 2026 11:21 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાતે બ્લૉક દરમ્યાન વસઈ રોડ અને વિરાર સ્ટેશન વચ્ચે સ્લો લાઇનની ટ્રેનો ફાસ્ટ લાઇન પર ચલાવવામાં આવશે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


વેસ્ટર્ન રેલવેમાં આજે મધરાતે ૧૨.૧૫ વાગ્યાથી વહેલી સવારે ૪.૧૫ વાગ્યા સુધી વસઈ રોડ અને વિરાર સ્ટેશન વચ્ચે અપ અને ડાઉન સ્લો લાઇન પર ૪ કલાકનો જમ્બો બ્લૉક લેવામાં આવશે. ઉપરાંત  નવા ફુટ ઓવર બ્રિજ (FOB)ના ગર્ડર માટે બોરીવલી અને દહિસર સ્ટેશન વચ્ચેની બધી લાઇનો પર આજે રાતે ૨.૧૦ વાગ્યાથી વહેલી સવારે ૪.૧૦ વાગ્યા સુધી બે કલાકનો એક મોટો બ્લૉક પણ હાથ ધરવામાં આવશે. જોકે રવિવારે બાવીસ ફેબ્રુઆરીએ દિવસ દરમ્યાન વેસ્ટર્ન રેલવેમાં કોઈ બ્લૉક રહેશે નહીં.

આજે રાતે બ્લૉક દરમ્યાન વસઈ રોડ અને વિરાર સ્ટેશન વચ્ચે સ્લો લાઇનની ટ્રેનો ફાસ્ટ લાઇન પર ચલાવવામાં આવશે. બોરીવલી અને દહિસર વચ્ચે FOB લૉન્ચિંગ બ્લૉકને કારણે કેટલીક લોકલ અને મેલ/એક્સપ્રેસ ટ્રેનો પણ પ્રભાવિત થશે.



ટ્રેન-નંબર ૧૯૦૩૮ બરૌની–બાંદરા ટર્મિનસ અવધ એક્સપ્રેસ વિરાર અને ભાઈંદર સ્ટેશન વચ્ચે એક કલાક માટે ઊભી રહેશે.


ટ્રેન-નંબર ૨૨૯૪૬ ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ વિરાર અને ભાઈંદર સ્ટેશન વચ્ચે ૪૫ મિનિટ માટે ઊભી રહેશે..

ટ્રેન-નંબર ૨૨૯૦૪ ભુજ–બાંદરા ટર્મિનસ AC સુપરફાસ્ટ એક્સપ્રેસ સુરત અને વિરાર સ્ટેશન વચ્ચે ૨૦ મિનિટ માટે ઊભી રહેશે..


વિરારથી સવારે ૩.૨૫ અને ૩.૪૦ વાગ્યાની ચર્ચગેટ લોકલ ૧૫ મિનિટ મોડી ઊપડશે.

Whatsapp-channel Whatsapp-channel

21 February, 2026 11:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK