Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નરેન્દ્ર મોદીએ ગણાવ્યા દેશના ત્રણ દુશ્મન

નરેન્દ્ર મોદીએ ગણાવ્યા દેશના ત્રણ દુશ્મન

Published : 21 October, 2026 07:22 AM | Modified : 21 October, 2026 07:24 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાવણનું દહન કર્યા પછી કહ્યું કે દેશનાં માન-સન્માનને નુકસાન પહોંચાડનારી તાકાતો તેમ જ સમાજમાં ભાગલા પાડનારા લોકો અને ભારતીય સંસ્કૃતિને નફરત કરનારી વિચારધારા દેશ માટે મોટો ખતરો છે

 ગઈ કાલે દિલ્હીમાં યોજાયેલી વિજયાદશમીની ઉજવણીમાં રાવણ પર તીર તાકતા નરેન્દ્ર મોદી.

ગઈ કાલે દિલ્હીમાં યોજાયેલી વિજયાદશમીની ઉજવણીમાં રાવણ પર તીર તાકતા નરેન્દ્ર મોદી.


દિલ્હીમાં આયોજિત દશેરા સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ સમક્ષ રહેલા સૌથી મોટા પડકારો વિશે અત્યંત મહત્ત્વનું સંબોધન કર્યું હતું. વિજયાદશમીના પાવન અવસરે રાવણ દહન કર્યા બાદ પોતાના સત્તાવાર ભાષણમાં તેમણે દેશના મુખ્ય ૩ દુશ્મનોનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. વડા પ્રધાને જણાવ્યું હતું કે દેશનાં માન અને સન્માનને નુકસાન પહોંચાડનારી તાકાતો 
તેમ જ સમાજમાં ભાગલા પાડનારા લોકો અને ભારતીય સંસ્કૃતિને નફરત કરનારી વિચારધારા દેશ માટે મોટો ખતરો છે



ગઈ કાલે ગિરગામ ચોપાટી પર શ્રી આદર્શ રામલીલા મહોત્સવમાં રાવણદહન જોવા માટે માનવમહેરામણ ઊમટ્યો હતો. તસવીર : આશિષ રાજે



આ તમામ પડકારોનો સામનો કરવા માટે સમગ્ર દેશે એકજૂથ થવું જ પડશે એમ જણાવતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘વિજયાદશમી અધર્મ પર ધર્મના વિજયનું મોટું પ્રતીક છે જે આપણને ભગવાન રામના આદર્શો પર ચાલવાની પ્રેરણા આપે છે. રામ રાજ્ય એટલે એવું આદર્શ શાસન જ્યાં કોઈની પણ સાથે ભેદભાવ ન થાય. દરેક નાગરિકને સમાન ન્યાય મળે અને સૌને આગળ વધવાની પૂરતી તક મળે એ રામ રાજ્યનો મૂળ પાયો છે. ગરીબો અને વંચિતોની સેવા કરવી એ સરકાર અને સમાજ બન્નેની મુખ્ય જવાબદારી છે. વિકસિત અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે દેશવાસીઓએ પોતાનાં સામર્થ્ય અને સંસાધનો પર પૂરો ભરોસો રાખવો પડશે. જ્યારે દેશના તમામ લોકો ભેગા મળીને કોઈ એક લક્ષ્ય માટે ખરા દિલથી કામ કરે છે ત્યારે મોટી મુશ્કેલીઓનો સામનો કરવો એકદમ સરળ બની જાય છે. સૌના સામૂહિક પ્રયાસોથી જ બૂરાઈ પર વિજય મેળવી શકાશે.’


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2026 07:24 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK