Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે-૧ની શું છે ખાસિયત? વડાપ્રધાન આજે કરશે ઉદ્ધાટન

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે-૧ની શું છે ખાસિયત? વડાપ્રધાન આજે કરશે ઉદ્ધાટન

Published : 12 February, 2023 01:01 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

દિલ્હી-મુંબઈ વચ્ચે પ્રવાસનો સમય થઈ જશે અડધો : આ હાઈવેથી દિલ્હી -જયપુર પ્રવાસમાં પડશે દોઢ કલાકનો ફરક

વડાપ્રધાન આજે આ એક્સપ્રેસ વેનું ઉદ્ધાટન કરશે (તસવીર સૌજન્ય : પી.ટી.આઈ)

વડાપ્રધાન આજે આ એક્સપ્રેસ વેનું ઉદ્ધાટન કરશે (તસવીર સૌજન્ય : પી.ટી.આઈ)


દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે (Delhi – Mumbai Express Highway)નું કામ પૂર્ણ થઈ ગયું છે. આ એક્સપ્રેસ વે દિલ્હીના ડીએનડી ફ્લાયઓવર મહારાણી બાગથી શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે એટલે કે ૧૨ ફેબ્રુઆરીએ તેના પ્રથમ તબક્કાને ફ્લેગ ઓફ કરશે.

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ૨૪૬ કિલોમીટર લાંબો દિલ્હી-દૌસા-લાલસોટ સેક્શન ૧૨,૧૫૦ કરોડ રુપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યો છે. આ ભાગ શરૂ થવાથી, દિલ્હીથી જયપુરની મુસાફરીનો સમય પાંચ કલાકથી ઘટીને લગભગ સાડા ત્રણ કલાક થઈ જશે અને આખા પ્રદેશના આર્થિક વિકાસને વેગ મળશે.



દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે ૧,૩૮૬ કિમીની લંબાઈ સાથે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસવે હશે. આનાથી દિલ્હી અને મુંબઈ વચ્ચેનું અંતર ૧૨ ટકા ઘટાડીને ૧,૪૨૪ કિમીથી ૧,૨૪૨ કિમી થશે અને મુસાફરીનો સમય ૨૪ કલાકથી ૧૨ કલાકનો થઈ જશે એટલે લગભગ ૫૦ ટકા ટાઈમ ઘટશે. વર્ષ ૨૦૦૨૪માં આ એક્સપ્રેસ વે સંપૂર્ણ તૈયાર થઈ જશે. જે છ રાજ્યો દિલ્હી (Dlehi), હરિયાણા (Haryana), રાજસ્થાન (Rajasthan), મધ્યપ્રદેશ (Madhya Pradesh), ગુજરાત (Gujarat) અને મહારાષ્ટ્ર (Maharashtra)માંથી પસાર થશે અને કોટા (Kota), ઈન્દોર (Indore), જયપુર (Jaipur), ભોપાલ (Bhopal), વડોદરા (Vadodara) અને સુરત (Surat) જેવા મોટા શહેરોને જોડશે.


એક્સપ્રેસ વે ૯૩ પીએમ ગતિ શક્તિ આર્થિક માળખાં, ૧૩ દરિયાઈ બંદરો, ૮ મુખ્ય એરપોર્ટ અને ૮ મલ્ટી-મોડલ લોજિસ્ટિક્સ પાર્ક (MMLP) તેમજ જેવર એરપોર્ટ, નવી મુંબઈ એરપોર્ટ અને JNPT પોર્ટ જેવા ગ્રીનફિલ્ડ એરપોર્ટને પણ કનેક્ટ કરશે.

આ પણ વાંચો - Mumbaiની આ સર્વિસ અપાવશે ટ્રાફિક જામમાંથી છૂટકારો, WEH પર દેખાશે સૌથી વધુ અસર


વાહનોની સ્પીડ લિમિટની વાત કરીએ તો અહીં વાહનો ૧૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે અને ટ્રક જેવા ભારે વાહનો ૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે. દરેક ૧૦૦ કિમીના અંતરે ટ્રોમા સેન્ટર, ફૂડ પ્લાઝા અને હેલિપેડ પણ બનાવવામાં આવ્યા છે. મોનિટર કરવા માટે એક નેટવર્ક બનાવવામાં આવ્યું છે.

દિલ્હીથી ડોસા સુધીની મુસાફરીમાં દેશનો સૌથી હાઈટેક ટોલ ગેટ પણ જોવા મળશે. આ એક્સપ્રેસ વેની ટોલ કલેક્શન સિસ્ટમ સંપૂર્ણપણે અલગ છે. અહીં ટોલ પ્લાઝા અને ટોલગેટ બનાવવામાં આવ્યા છે પરંતુ અહીં વાહનો રોકવાની જરૂર નથી. જો કે, અહીંથી પસાર થતા વાહનો તેમના જીપીએસ દ્વારા આ ટોલ પ્લાઝાને પાર કરી શકશે, પરંતુ આગામી સમયમાં ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એટલે કે જીપીએસ સેટેલાઇટ નેવિગેશન દ્વારા સંચાલિત ચિપ લગાવવામાં આવશે, જે દરેક વાહનની એન્ટ્રી-પોઇન્ટને ટ્રેક કરી શકશે. આ પ્રકારની પ્રથમ ટોલ સિસ્ટમ છે જે સમગ્ર ભારતમાં સ્થાપિત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો - સ્પીડ-ટેસ્ટની લિમિટેડ યંત્રણા હાઇવે પર નોતરે છે અકસ્માત

સુરક્ષાની દૃષ્ટિએ પણ આ એક્સપ્રેસ વે પર ખૂબ કાળજી રાખવામાં આવી છે. જેમાં દર ૫૦૦ મીટરના અંતરે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જે સૌર ઉર્જાથી ચાલશે. આ કેમેરા દિવસ-રાત કામ કરશે. આ સાથે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને સક્ષમ કરીને સંપૂર્ણ સીસીટીવી કેમેરા નેટવર્ક બનાવવામાં આવ્યું છે, જે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એટલે કે સેટેલાઇટ સાથે પણ જોડાયેલું છે. જેનો ઉપયોગ કોઈપણ સંજોગોમાં મેડિકલ ઈમરજન્સી, ટ્રાફિક જામની પરિસ્થિતિનો સામનો કરવા માટે થઈ શકે છે. ઉપરાંત, તે સંપૂર્ણપણે ગ્રીન એનર્જી પર ચાલતી અત્યાધુનિક સિસ્ટમ છે. આ એક્સપ્રેસ વે આસપાસના વિકાસ વિસ્તારો પર પણ અસર કરશે, આમ દેશના આર્થિક પરિવર્તનમાં મોટો ફાળો આપશે.

Whatsapp-channel Whatsapp-channel

12 February, 2023 01:01 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK