વડા પ્રધાને મુંબઈ શહેરનો એરિયલ વ્યૂ કર્યો શૅર
ફાઇલ તસવીર
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ ગઈ કાલે એટલે કે શુક્રવારે દેશની આર્થિક રાજધાની મુંબઈ (Mumbai)ની મુલાકાત લીધી હતી. આ દરમિયાન વડાપ્રધાને શહેરનો એરિયલ વ્યૂ શૅર કર્યો છે. જેમાં શહેરની ઊંચી બિલ્ડિંગો અને દરિયો દેખાય છે.
આ પણ વાંચો - વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે વંદે ભારત ટ્રેનોને બતાવી લીલી ઝંડી, જુઓ તસવીરો
ADVERTISEMENT
વડા પ્રધાને દક્ષિણ મુંબઈમાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી બે નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવ્યા પછી તરત જ આ વીડિયો પોસ્ટ કર્યો હતો. મુંબઈ શહેરનો નજારો દેખાડતો આ વીડિયો ૨૧ સેકેન્ડનો છે. જેને શૅર કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૅપ્શનમાં લખ્યું છે કે, ‘હેલો અગેન મુંબઈ!’
View this post on Instagram
આ પણ વાંચો - દાઉદી બોહરા સમાજના કાર્યક્રમમાં PM મોદીની હાજરી, કહ્યું `હું તમારા પરિવારનો સભ્ય છું`
તમને જણાવી દઈએ કે, છેલ્લા એક મહિનામાં વડાપ્રધાન બીજી વખત મુંબઈ શહેરની મુલાકાતે આવ્યા હતા. આ પહેલાની મુંબઈ વિઝીટમાં તેમણે મુંબઈ મેટ્રોના અમુક ભાગનું ઉદ્ઘાટન કર્યું હતું. જ્યારે ગઈ કાલે બે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી. પછી એક સામુદિયક કાર્યક્રમમાં હાજરી આપી હતી.


