Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પહેલગામ હુમલામાં NIAને મોટી સફળતાઃ આતંકવાદીઓને આશ્રય આપનારા બે ગુનેગારોની ધરપકડ

પહેલગામ હુમલામાં NIAને મોટી સફળતાઃ આતંકવાદીઓને આશ્રય આપનારા બે ગુનેગારોની ધરપકડ

Published : 22 June, 2025 01:45 PM | Modified : 23 June, 2025 09:07 AM | IST | Srinagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

Pahalgam Terrorist Attack: પહેલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓને આશ્રય આપનારા બે લોકોની રવિવારે, NIAએ ધરપકડ કરી હતી; આ બે આરોપીઓના નામ પરવેઝ અહેમદ અને બશીર અહેમદ છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારત (India)નું સ્વર્ગ ગણાતા જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના પહેલગામ (Pahalgam)માં ૨૨ એપ્રિલે મંગળવારે થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack)એ આખા દેશને હચમચાવી નાખ્યો હતો. હવે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી (National Security Agency - NIA)ને પહેલગામ હુમલામાં મોટી સફળતા મળી છે. રવિવારે, એજન્સીએ પહેલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓને આશ્રય આપનારા બે લોકોની ધરપકડ (Pahalgam Terrorist Attackers arrested)કરી હતી.


પહેલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓને આશ્રય આપનારા બે લોકોની રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી (NIA)એ ધરપકડ કરી છે. આ બે આરોપીઓના નામ પરવેઝ અહેમદ (Parvaiz Ahmad) અને બશીર અહેમદ (Bashir Ahmad) છે. બંને પહેલગામ (Pahalgam)ના રહેવાસી છે. તપાસ એજન્સીએ પોતાના નિવેદનમાં માહિતી આપી હતી કે, પહેલગામના બાટકોટના પરવેઝ અહેમદ જોથર અને પહેલગામના હિલ પાર્કના બશીર અહેમદ જોથરએ હુમલામાં સામેલ ૩ આતંકવાદીઓની ઓળખ જાહેર કરી છે. બંનેએ એ પણ માહિતી આપી હતી કે પહેલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba) સાથે સંકળાયેલા પાકિસ્તાન (Pakistan)ના નાગરિકો હતા.



NIAની તપાસ મુજબ, પરવેઝ અને બશીરે હુમલા પહેલા જાણી જોઈને હિલ પાર્ક ખાતે એક મોસમી ઢોક (ઝૂંપડી)માં ત્રણ સશસ્ત્ર આતંકવાદીઓને આશ્રય આપ્યો હતો. આ બંને માણસોએ આતંકવાદીઓને ખોરાક, આશ્રય અને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડ્યો હતો, જેમણે તે ભયંકર બપોરે તેમની ધાર્મિક ઓળખના આધારે પ્રવાસીઓની પસંદગીપૂર્વક હત્યા કરી હતી.


NIAએ બંનેની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967 ની કલમ 19 હેઠળ ધરપકડ કરી છે. ૨૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ દુનિયાને હચમચાવી નાખનારા હુમલા પછી નોંધાયેલા RC-02/2025/NIA/JMU કેસની વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.

નોંધનીય છે કે, પહેલગામમાં થયેલા હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) દ્વારા લેવામાં આવી હતી. આ હુમલામાં ૨૬ લોકો માર્યા ગયા હતા, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા. સુરક્ષા એજન્સીઓએ બુધવારે દક્ષિણ કાશ્મીરના પહેલગામ નજીક થયેલા આતંકવાદી હુમલામાં સંડોવાયેલા શંકાસ્પદ ત્રણ લોકોના સ્કેચ જાહેર કર્યા હતા.


અધિકારીઓએ કહ્યું હતું કે, શંકાસ્પદોના નામ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા છે. તેમણે કહ્યું હતું કે, ત્રણેય આતંકવાદીઓના કોડ નામ પણ હતા - મુસા, યુનુસ અને આસિફ અને ત્રણેય પૂંછ (Poonch)માં આતંકવાદી ઘટનાઓમાં સામેલ હતા.

તમને જણાવી દઈએ કે, ૨૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ, આતંકવાદીઓએ ઘણા લોકોને અંધાધૂંધ ગોળી મારી દીધી, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. આ હુમલો જમ્મુ અને કાશ્મીરના પહેલગામ નજીક `મીની સ્વિટ્ઝર્લૅન્ડ` તરીકે જાણીતા બૈસરનમાં થયો હતો. આ ઘાતક હુમલાના થોડા દિવસો પછી, ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂર (Operation Sindoor) શરૂ કર્યું, જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (Pakistan-occupied-Kashmir)માં નવ સ્થળોએ આતંકવાદી માળખાને નિશાન બનાવવામાં આવ્યું. લક્ષ્યાંકિત નવ સ્થળોમાંથી ચાર પાકિસ્તાનમાં હતા, જ્યારે પાંચ પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં હતા.

કાશ્મીરના બે ગદ્દાર પકડાયા

પહલગામ હુમલો કરનારા ત્રણ સશસ્ત્ર આતંકવાદીઓને આશ્રય આપીને બધો સપોર્ટ પૂરો પાડેલો: ત્રણેય ટેરરિસ્ટ પાકિસ્તાનના, લશ્કર-એ-તય્યબાના હોવાની કબૂલાત કરી

પહલગામમાં આતંકવાદી હુમલો કરનારા આતંકવાદીઓને આશ્રય આપવા બદલ નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ બે જણની ધરપકડ કરી છે. પહલગામના પરવેઝ અહમદ જોથર અને બશીર અહમદ જોથરે આ હુમલામાં સંડોવાયેલા ત્રણ સશસ્ત્ર આતંકવાદીઓની ઓળખ જાહેર કરી હતી અને પુષ્ટિ કરી હતી કે તેઓ આતંકવાદી સંગઠન
લશ્કર-એ-તય્યબા સાથે જોડાયેલા પાકિસ્તાની નાગરિક હતા.

પહલગામ આતંકવાદી હુમલામાં ૨૬ નિર્દોષ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યો હતો અને ૧૬ જણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પરવેઝ જોથર પહલગામના બાટકોટ અને બશીર જોથર પહલગામના હિલ પાર્કનો રહેવાસી છે.

NIAની તપાસ મુજબ પરવેઝ અને બશીરે હુમલા પહેલાં હિલ પાર્ક ખાતે એક ઝૂંપડીમાં જાણીજોઈને ત્રણ સશસ્ત્ર આતંકવાદીઓને આશ્રય આપ્યો હતો. આ બન્ને વ્યક્તિઓએ આતંકવાદીઓને
ખોરાક, આશ્રય અને લૉજિસ્ટિક સપોર્ટ પૂરો પાડ્યો હતો. આ ત્રણ આતંકવાદીઓએ ૨૨ એપ્રિલની બપોરે બૈસરન ઘાટીમાં ફરવા આવેલા સહેલાણીઓની તેમની ધાર્મિક ઓળખના આધારે હત્યા કરી હતી.

બે આરોપીઓની અનલૉફુલ ઍક્ટિવિટીઝ (પ્રિવેન્શન) ઍક્ટની કલમ ૧૯ હેઠળ ધરપકડ કરવામાં આવી છે જે આતંકવાદીને આશ્રય આપવા બદલ સજા સાથે સંબંધિત છે. આ કેસની વધુ તપાસ ચાલુ છે.

Whatsapp-channel Whatsapp-channel

23 June, 2025 09:07 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK