હવામાન ખરાબ હતું એટલે અમે સેફ્ટીને પ્રાયોરિટી આપી હતી એમ જણાવતાં ઍરલાઇને પૅસેન્જરોને ધરપત આપી હતી કે બધાનું લગેજ બીજા દિવસે સવારે (એટલે કે આજે) ૮ વાગ્યા સુધીમાં ઘરે પહોંચાડી દેવામાં આવશે.
પ્રતીકાત્મક તસવીર
ગઈ કાલે સવારે બૅન્ગલોરથી અને ચેન્નઈથી પટના પહોંચેલી બન્ને ફ્લાઇટમાં પૅસેન્જરોએ ચેક-ઇન કરેલું લગેજ હતું જ નહીં અને એને પગલે પટના ઍરપોર્ટ પર ધમાલ મચી ગઈ હતી. બબ્બે ફ્લાઇટ ચેક-ઇન લગેજ વગર પહોંચી એનું કારણ જણાવતાં ઍર ઇન્ડિયાએ કહ્યું હતું કે ભારે વરસાદને કારણે ભીંજાઈ જવાને લીધે લગેજનું વજન ખૂબ વધી ગયું હતું અને પટના ઍરપોર્ટ પર રનવે નાનો હોવાની મર્યાદાને લીધે એ લગેજ પ્લેનમાં લોડ નહોતું કરવામાં આવ્યું. હવામાન ખરાબ હતું એટલે અમે સેફ્ટીને પ્રાયોરિટી આપી હતી એમ જણાવતાં ઍરલાઇને પૅસેન્જરોને ધરપત આપી હતી કે બધાનું લગેજ બીજા દિવસે સવારે (એટલે કે આજે) ૮ વાગ્યા સુધીમાં ઘરે પહોંચાડી દેવામાં આવશે.


