પંજાબના ગુરદાસપુર, બટાલા, અમ્રિતસર અને કપૂરથલા જિલ્લામાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડાની કાર્યવાહીમાં મોબાઇલ, ડિજિટલ ઉપકરણો અને દસ્તાવેજો સહિત વિવિધ ગુનાહિત સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.
પ્રતીકાત્મક તસવીર
પંજાબના ગુરદાસપુર જિલ્લામાં ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં પોલીસ-સ્ટેશન પર થયેલા ગ્રેનેડ હુમલાના કેસમાં નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ પ્રતિબંધિત બબ્બર ખાલસા ઇન્ટરનૅશનલ (BKI)ના પાકિસ્તાનસ્થિત ખાલિસ્તાની આતંકવાદી હરવિંદર સિંહ ઉર્ફે રિંડા સાથે જોડાયેલા ગૅન્ગસ્ટર હૅપી પાસિયનનાં ૧૫ સ્થળોએ શુક્રવારે દરોડા પાડ્યા હતા. પંજાબના ગુરદાસપુર, બટાલા, અમ્રિતસર અને કપૂરથલા જિલ્લામાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડાની કાર્યવાહીમાં મોબાઇલ, ડિજિટલ ઉપકરણો અને દસ્તાવેજો સહિત વિવિધ ગુનાહિત સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.


