Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરમાં ડ્રોનની મદદથી હથિયાર પહોંચાડ્યાં, તપાસ શરૂ

પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરમાં ડ્રોનની મદદથી હથિયાર પહોંચાડ્યાં, તપાસ શરૂ

20 August, 2022 08:39 AM IST | Kathua
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડ્રોનને અટકાવવાના કેસમાં જમ્મુ, શ્રીનગર, કથુઆ, સાંબા અને ડોડા જિલ્લામાં આઠ સ્થળોએ તપાસ હાથ દરવામાં આવી હતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પાકિસ્તાની ડ્રોન દ્વારા આંતરરાષ્ટ્રીય બૉર્ડર પર હથિયાર પહોંચાડવાની ઘટનામાં તપાસ કરવા નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) દ્વારા જમ્મુ અને કાશ્મીરના પાંચ જિલ્લાઓમાં સર્ચ શરૂ કરવામાં આવી છે. લશ્કર-એ-તય્યબા (એલઈટી)ની એક શાખા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (ટીઆરએફ) દ્વારા શસ્ત્રો, હાથિયાર અને વિસ્ફોટકોના કન્સાઇનમેન્ટની ડિલિવરી માટે ઉપયોગમાં લેવાતા ડ્રોનને અટકાવવાના કેસમાં જમ્મુ, શ્રીનગર, કથુઆ, સાંબા અને ડોડા જિલ્લામાં આઠ સ્થળોએ તપાસ હાથ દરવામાં આવી હતી. આ સર્ચમાં વિવિધ ઉશ્કેરણીજનક સામગ્રી, ડિજિટલ ઉપકરણો અને દસ્તાવેજો મળ્યાં હોવાનું જણાવતાં એનઆઇએએ કહ્યું હતું કે ટીઆરએફના સંચાલકો એલઈટીના પાકિસ્તાની હૅન્ડલર્સ સાથે સંપર્કમાં હતા અને સાંબામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ભારતીય વિસ્તારમાં ડ્રોનની મદદથી શસ્ત્રોના કન્સાઇનમેન્ટ અને અન્ય આતંકવાદી સામગ્રી મેળવી રહ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

20 August, 2022 08:39 AM IST | Kathua | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK