એપ્રિલમાં તામિલનાડુમાં NB.1.8.1નો એક કેસ, મે મહિનામાં ગુજરાતમાં LF.7ના ૪ કેસ નોંધાયા હતા
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ભારતમાં કોવિડ-19ના કેસ પર ધ્યાન રાખતી એજન્સી ઇન્ડિયન SARS-CoV-2 જિનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG)નું જણાવવું છે કે ભારતમાં નવા ઊભરતા COVID-19ના NB.1.8.1 અને LF.7 પ્રકારના ચાર કેસ મળી આવ્યા છે. એપ્રિલ મહિનામાં તામિલનાડુમાં NB.1.8.1નો એક કેસ અને મે મહિનામાં ગુજરાતમાં LF.7 ના ચાર કેસ નોંધાયા હતા.
INSACOGના ડેટા મુજબ મે ૨૦૨૫ સુધીમાં વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO) LF.7 અને NB.1.8.1 સબવેરિયન્ટ્સને દેખરેખ હેઠળના પ્રકારો તરીકે વર્ગીકૃત કરે છે જે ચીન અને એશિયાના ભાગોમાં કોવિડના કેસોમાં વધારો કરી રહ્યા છે. ભારતમાં સૌથી સામાન્ય પ્રકાર JN.1 છે જેમાં પરીક્ષણ કરાયેલા નમૂનાઓમાં ૫૩ ટકાનો સમાવેશ થાય છે, ત્યાર બાદ BA.2 (૨૬ ટકા) અને અન્ય ઓમિક્રોન પેટા-વંશ (૨૦ ટકા) આવે છે. WHOએ NB.1.8.1ને વૈશ્વિક સ્તરે ઓછા આરોગ્ય જોખમ તરીકે વર્ગીકૃત કર્યો છે.
ADVERTISEMENT
ઘણા પ્રદેશોમાં કોવિડ કેસમાં સ્થાનિક સ્તરે વધારો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દિલ્હીમાં ૨૩ નવા કેસ, આંધ્ર પ્રદેશમાં ચાર અને તેલંગણમાં એક કેસની પુષ્ટિ થઈ છે. કેરલામાં ફક્ત મે મહિનામાં જ ૨૭૩ કેસ નોંધાયા છે.


