તેજ પ્રતાપ યાદવને ગઈ કાલે બપોરે ૧૨.૧૫ વાગ્યે પોલીસ નૌબતપુર પોલીસ-સ્ટેશનથી લાવી હતી
શુક્રવારે તેજ પ્રતાપે વિરોધ-પ્રદર્શનમાં હિંસક દેખાવો કર્યા હતા
નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)ના વિરોધમાં શનિવારે સવારે બિહારની રાજધાની પટનામાં ગાંધી મેદાનના ગેટ-નંબર ૧૦ પાસેની પ્રતિમા પર ચડીને વિરોધ-પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા તેજ પ્રતાપ યાદવની ધરપકડ કરવામાં આવી હતી. આ મુદ્દે પોલીસ-સુપરિન્ટેન્ડેન્ટ કાર્તિકેય શર્માએ જણાવ્યું હતું કે ‘રાષ્ટ્રીય જનતા દલ (RJD)ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર અને જનશક્તિ જનતા દળના પ્રમુખ તેજ પ્રતાપ યાદવની રમખાણો ભડકાવવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. તેમણે દિવસભર કોતવાલી અને ગાંધી મેદાન પોલીસ-સ્ટેશન વિસ્તારમાં વિદ્યાર્થી સંગઠનોના વિરોધ-પ્રદર્શનમાં ભાગ લીધો હતો.’
તેજ પ્રતાપ યાદવને ગઈ કાલે બપોરે ૧૨.૧૫ વાગ્યે પોલીસ નૌબતપુર પોલીસ-સ્ટેશનથી લાવી હતી અને છજ્જુબાગ ખાતે મૅજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમને ૧૪ દિવસ માટે જુડિશ્યલ કસ્ટડીમાં બેઉર જેલમાં મોકલવામાં આવ્યા હતા.
