Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અત્યારે તો આ આંદોલનને ભારતના ગ્રાસરૂટ લેવલ સુધી લઈ જવું છે

અત્યારે તો આ આંદોલનને ભારતના ગ્રાસરૂટ લેવલ સુધી લઈ જવું છે

Published : 27 July, 2026 09:47 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આશુતોષ રાંકાએ રાજકીય પ્રવેશ બાબતે સ્પષ્ટ હા કે ના પાડવાને બદલે કહ્યું, નેવર સે નેવર : CJP રાજકારણમાં આવશે એવા સવાલના જવાબમાં પ્રવક્તા સૌરવ દાસે કહ્યું આવું

CJPના પ્રવક્તા સૌરવ દાસ

CJPના પ્રવક્તા સૌરવ દાસ


કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)એ કરેલા રાષ્ટ્રવ્યાપી વિરોધ-આંદોલનને સફળતા મળ્યા પછી અનેક લોકો પૂછી રહ્યા છે કે શું CJP સંપૂર્ણ રાજકીય સંગઠનમાં રૂપાંતરિત કરશે કે કેમ? એ વિશેની અટકળો વચ્ચે CJPના પ્રવક્તા સૌરવ દાસે એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટતા કરી હતી કે ‘ચૂંટણી રાજકારણમાં પ્રવેશ કરવો એ અમારી તાત્કાલિક પ્રાથમિકતા નથી, અમારું હાલમાં ધ્યાન સંગઠનના પાયાના વિસ્તારના આંદોલનને વિસ્તૃત કરવા પર છે.’

બીજી તરફ CJPના પ્રવક્તા આશુતોષ રાંકાને એક ઇન્ટરવ્યુમાં રાજકીય સંગઠન બાબતે પૂછવામાં આવતાં તેણે કહ્યું હતું ‘ના ક્યારેય નહીં કહેવાની.’



CJPના વિરોધ-પ્રદર્શન પાછું ખેંચવાના નિર્ણય બાદ સૌરવ દાસે કહ્યું હતું કે ‘અત્યારે અમારું ધ્યાન ખૂબ જ સ્પષ્ટ છે કે આ ચળવળ પાયાના સ્તરે લઈ જવી પડશે. આ માટે અમે સમગ્ર ભારતમાં પ્રવાસ કરીશું. અમે દેશના યુવાનો સાથે વાત કરીશું. ગયા મહિનામાં અમને સમજાયું કે લોકો પાસે તેમની વાત શૅર કરવા માટે કોઈ નથી. અમે પાયાના સ્તરે જઈશું અને તેમને સાંભળીશું.’


Whatsapp-channel Whatsapp-channel

27 July, 2026 09:47 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK