આખું પુસ્તક પાછું ખેંચી લેવામાં આવ્યું છે અને વિવાદાસ્પદ પ્રકરણ હવે પુસ્તકમાં સામેલ નથી.
ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા સૂર્યકાન્ત, આ છે એ પાઠ.
નૅશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેઇનિંગ (NCERT)એ હવે ન્યાયતંત્ર પરના વિવાદાસ્પદ પ્રકરણનો સમાવેશ કરવા બદલ જાહેરમાં બિનશરતી માફી માગી છે. NCERTએ જણાવ્યું હતું કે આખું પુસ્તક પાછું ખેંચી લેવામાં આવ્યું છે અને વિવાદાસ્પદ પ્રકરણ હવે પુસ્તકમાં સામેલ નથી.
NCERTએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર ટ્વીટ કર્યું હતું કે ‘એણે તાજેતરમાં ધોરણ ૮ (ભાગ II) માટે સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક ‘એક્સપ્લોરિંગ સોસાયટી : ઇન્ડિયા ઍન્ડ બિયૉન્ડ’ પ્રકાશિત કર્યું છે. એમાં ‘ધ રોલ ઑફ ધ જુડિશ્યરી ઇન અવર સોસાયટી’ શીર્ષક ધરાવતું પ્રકરણ IV સામેલ હતું. એમાં લખ્યું છે કે NCERTના ડિરેક્ટર અને સભ્યો ઉપરોક્ત પ્રકરણ IV માટે બિનશરતી અને સંપૂર્ણ માફી માગે છે. આખું પુસ્તક પાછું ખેંચી લેવામાં આવ્યું છે અને હવે ઉપલબ્ધ નથી.’
