નરેન્દ્ર મોદીએ કહ્યું કે લોકોએ આ દેવભૂમિની ખરી ફ્લેવર માણવા શિયાળામાં આવવું જોઈએ
ગઈ કાલે ગંગોત્રી ધામ નજીક આવેલા મુખવામાં મા ગંગાની પૂજાઅર્ચના કરતા તથા ત્યાર બાદ હર્ષિલમાં ઉત્તરાખંડના સૌંદર્યને માણતા નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ઉત્તરાખંડમાં આખું વર્ષ ટૂરિઝમ ચાલુ રાખવાની હિમાયત કરતાં કહ્યું હતું કે આ રમણીય રાજ્યમાં કોઈ ઑફ સીઝન ન હોવી જોઈએ. ઉત્તરકાશી જિલ્લામાં મુખવા નામના ગામમાં આવેલા મા ગંગાના શિયાળુ નિવાસસ્થાનમાં પૂજાઅર્ચના કર્યા પછી નરેન્દ્ર મોદીએ હર્ષિલમાં એક સભાને સંબોધન કરતાં કહ્યું હતું કે લોકો શિયાળામાં ઉત્તરાખંડ આવે તો તેમને આ રાજ્યની ખરી ફ્લેવર માણવા મળે.
ADVERTISEMENT
મુખવામાં આવેલા મા ગંગાના શિયાળુ નિવાસસ્થાનમાં આવવા મળ્યું એ આશીર્વાદ સમાન છે એમ જણાવતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મને લાગે છે કે મા ગંગાએ મને દત્તક લીધો છે, આ તેના આશીર્વાદ છે જે મને કાશી લઈ ગયા અને મને લોકોની સેવા કરવાની તક આપી.
ગંગોત્રી ધામ જતા રસ્તા પર મુખવા નામનું ગામ આવેલું છે. દેવી ગંગાની મૂર્તિ દર વર્ષે શિયાળામાં ધામના કપાટ બંધ થાય ત્યારે મુખવાના મંદિરમાં લઈ આવવામાં આવે છે.

