લોકસભા ચૂંટણી 2024 પહેલા ભારતીય જનતા પાર્ટી એક મોટો પ્રયોગ કરતી જોવા મળી રહી છે. પાર્ટીના દિગ્ગજોએ સોશિયલ મીડિયા પર નામની આગળ `મોદીનો પરિવાર` ઉમેર્યો છે
પીએમ મોદીની ફાઇલ તસવીર
લોકસભા ચૂંટણી 2024 પહેલા ભારતીય જનતા પાર્ટી એક મોટો પ્રયોગ કરતી જોવા મળી રહી છે. પાર્ટીના દિગ્ગજોએ સોશિયલ મીડિયા પર નામની આગળ `મોદીનો પરિવાર` (Modi`s Family) ઉમેર્યો છે, જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા સહિત અનેક દિગ્ગજ નેતાઓના નામ સામેલ છે. સોમવારે એક રેલી દરમિયાન પણ પીએમ મોદીએ `હું મોદીનો પરિવાર છું` (Modi`s Family)નો નારો આપ્યો હતો.



