ગાંધીજી જેવો અવતાર ધારણ કરીને દિલ્હીનો આ છોકરો સ્વચ્છતાનો સંદેશ ફેલાવી રહ્યો છે
દિલ્હીનો ગોલુ નામનો આ છોકરો ગાંધીજી જેવો અવતાર ધારણ કરીને ભક્તોને વિનંતી કરી રહ્યો
મહાકુંભમાં ગઈ કાલે ત્રેવીસમા દિવસે એક નાનકડો છોકરો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. નન્હા ગાંધી તરીકે પ્રચલિત થયેલો આ છોકરો સ્વચ્છતાનો સંદેશ ફેલાવી રહ્યો હતો. દિલ્હીનો ગોલુ નામનો આ છોકરો ગાંધીજી જેવો અવતાર ધારણ કરીને ભક્તોને વિનંતી કરી રહ્યો હતો કે પર્યાવરણને અને ગંગા નદીને સ્વચ્છ રાખો.
ADVERTISEMENT
આ નન્હા ગાંધી સાથે લોકો ફોટો અને સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. એક મહિલાએ તો ગોલુનાં ચરણને સ્પર્શ કર્યો હતો અને કહ્યું હતું કે આ નાનકડો છોકરો કેટલો સુંદર સંદેશ આપી રહ્યો છે, જો ભારત સ્વચ્છ રહેશે તો સ્વસ્થ રહેશે.

