Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Kerala: બેકરીના માલિકે પુત્રી સાથે કરી ગેરવર્તણૂક તો પિતાએ દુકાનને ચાંપી આગ

Kerala: બેકરીના માલિકે પુત્રી સાથે કરી ગેરવર્તણૂક તો પિતાએ દુકાનને ચાંપી આગ

24 December, 2022 10:01 AM IST | Kerala
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ચેરાનાલુરમાં વિષ્ણુપુરમ ખાતે દુકાનના માલિકે ખરીદી કરવા આવી સાથે ગેરવર્તણૂક કરતા એક વ્યક્તિએ તેની દુકાનમાં આગ લગાવી દીધી હતી.

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)


કેરળ(Kerala)ના ચેરાનાલુરમાં વિષ્ણુપુરમ ખાતે દુકાનના માલિકે ખરીદી કરવા આવી સાથે ગેરવર્તણૂક કરતા એક વ્યક્તિએ તેની દુકાનમાં આગ લગાવી દીધી હતી. પોલીસે શુક્રવારે આ જાણકારી આપી હતી. આ ઘટના બુધવારની છે અને ઘટનાના સંબંધમાં વ્યક્તિ અને બેકરી માલિકની ધરપકડ કરીને અલગ-અલગ કેસમાં રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, 52 વર્ષીય બાબુરાજ નામના બેકરીના માલિકે બુધવારે સાંજે જ્યારે છોકરી દુકાનમાંથી સામાન ભેગી કરી રહી હતી ત્યારે તેની સાથે ગેરવર્તણૂક કરી હતી. પોલીસે જણાવ્યું કે જ્યારે છોકરીએ તેના પિતાને આ ઘટના વિશે જણાવ્યું, ત્યારે ગુસ્સામાં આવેલો વ્યક્તિ અડધી રાત્રે દુકાન પર પહોંચ્યો અને તેને આગ લગાવી દીધી. તેમણે જણાવ્યું કે આગમાં દુકાનને ભારે નુકસાન થયું છે. બાબુરાજની પત્ની દુકાન પર હતી ત્યારે વ્યક્તિએ આ નાની દુકાન પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી, જેના કારણે તેને સામાન્ય ઈજા પણ થઈ હતી.



આ પણ વાંચો: કેરલામાં હિન્દુ બાળકી જીતી કુરાન પઠન સ્પર્ધા


દુકાન માલિકની પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. બેકરી માલિકની પત્નીની ફરિયાદના આધારે બાળકીના પિતાની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે બંનેને સ્થાનિક કોર્ટે રિમાન્ડ પર મોકલી દીધા છે.


Whatsapp-channel Whatsapp-channel

24 December, 2022 10:01 AM IST | Kerala | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK