° °

આજનું ઇ-પેપર
Tuesday, 06 December, 2022


કેરલામાં હિન્દુ બાળકી જીતી કુરાન પઠન સ્પર્ધા

22 November, 2022 11:02 AM IST | Kozhikode
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાર્વતીએ તેના જોડિયા ભાઈ પર્વણા સાથે પહેલા ધોરણથી જ અરેબિક શીખવાની શરૂઆત કરી હતી

પાર્વતી Offbeat News

પાર્વતી

કેરલાની ચોથા ધોરણમાં ભણતી અને અસ્ખલિત અરેબિક બોલતી પાર્વતી કોઝીકોડમાં થોડાન્નુર ઉપ-જિલ્લા કલા ઉત્સવમાં કુરાન પઠન સ્પર્ધા જીતી હતી. હિન્દુ પરિવારમાં જન્મેલી પાર્વતી કુરાન પઠન સ્પર્ધામાં ભાગ લઈ, એ જીતતાં ધાર્મિક એકતાની પોસ્ટર-ગર્લ બની ચૂકી છે. 

પ્રાપ્ત અહેવાલ મુજબ માતા-પિતાએ નવી ભાષા શીખવાનું પ્રોત્સાહન આપ્યા બાદ ચેમ્મરથુર વેસ્ટ એલપી સ્કૂલની ચોથા ધોરણની વિદ્યાર્થિની પાર્વતીએ તેના જોડિયા ભાઈ પર્વણા સાથે પહેલા ધોરણથી જ અરેબિક શીખવાની શરૂઆત કરી હતી. પાર્વતીના પિતા નલિશ બૉબી આઇટી વ્યાવસાયિક છે અને માતા દિના પ્રભા સરકારી સ્કૂલમાં શિ​ક્ષિકા છે. 

પાર્વતીને મળેલી અઢળક પ્રશંસા છતાં તેના દોષરહિત કુરાન-પઠનના ​વિડિયોની કેટલાક ઇસ્લામિક વિદ્વાનોએ પાર્વતી બિન-ઇસ્લામિક હોવાને કારણે ટીકા કરી છે. 

22 November, 2022 11:02 AM IST | Kozhikode | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

શું મુંબઈ મિઝોરમને અનુસરીને સાઇલન્ટ સિટી બની શકે?

મુંબઈ અને બૅન્ગલોર જેવાં શહેરો ખરાબ રસ્તાઓ અને ટ્રાફિક જૅમ માટે સમગ્ર વિશ્વમાં બદનામ છે

06 December, 2022 08:53 IST | Aizawl | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

ચોરનું કન્ફેશન : ચોરી કરકે અચ્છા લગા, લેકિન બાદ મેં પછતાવા હુઆ

ચોર એસપીને જણાવે છે કે ‘મેં એક ઘરમાંથી ૧૦,૦૦૦ રૂપિયાની ચોરી કરી હતી

06 December, 2022 08:50 IST | Raipur | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

આ બ્રૉડવે છે કે હોટેલ?

યૉર્કના નિયમિત થિયેટર જતા રસિકજનો માટે આ હોટેલમાં એક મોટી આલીશાન જગ્યા છે

06 December, 2022 08:45 IST | New York | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK