રાજ્યમાં કેટલાંક આઉટલેટ્સ તથા બિયરબારના માલિકોએ આગલા દિવસે લગભગ ૬ કરોડ રૂપિયાનો દારૂ પહેલેથી ખરીદી લીધો હતો.’
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
રવિવારે કતારમાં ફિફા વર્લ્ડ કપના અભૂતપૂર્વ રોમાંચ વચ્ચે રમાયેલી ફાઇનલ દરમ્યાન લિયોનેલ મેસી આર્જેન્ટિનાને ત્રીજી વાર ચૅમ્પિયન બનાવવા અથાક પ્રયત્ન કરી રહ્યો હતો, તો બીજી બાજુ કીલિયાન ઍમ્બપ્પે પણ ફ્રાન્સને ત્રીજી વાર ટ્રોફી અપાવવા સંઘર્ષ કરી રહ્યો હતો ત્યારે ૨૦૦ જેટલા ફુટબૉલ-ક્રેઝી દેશોમાં ગણાતા ભારતમાં પણ કરોડો લોકો ફાઇનલની મોજ માણી રહ્યા હતા. જોકે સોકર-ક્રેઝી કેરલામાં માહોલ કંઈક જુદો જ હતો.
આઇએએનએસના અહેવાલ મુજબ એ દિવસે ફાઇનલના બે-ત્રણ કલાક દરમ્યાન કેરલાવાસીઓ કુલ મળીને અંદાજે ૫૬ કરોડ રૂપિયાનો દારૂ ગટગટાવી ગયા હતા. કેરલા સ્ટેટ બેવરેજિસ કૉર્પોરેશન રાજ્યમાં લિકર, વાઇન અને બિયરના સોલ હોલસેલર છે અને એની પાસેથી જાણવા મળ્યું હતું કે ‘સામાન્ય રીતે કેરલામાં રવિવારે આશરે ૩૫ કરોડ રૂપિયાનો દારૂ વેચાતો હોય છે, પરંતુ ૧૮ ડિસેમ્બરે રવિવારે ૪૯.૪૦ કરોડ રૂપિયાનો દારૂ વેચાયો હતો. એટલું જ નહીં, રાજ્યમાં કેટલાંક આઉટલેટ્સ તથા બિયરબારના માલિકોએ આગલા દિવસે લગભગ ૬ કરોડ રૂપિયાનો દારૂ પહેલેથી ખરીદી લીધો હતો.’
ADVERTISEMENT
કેરલામાં સામાન્ય રીતે ઓનમ અને ક્રિસમસના તહેવારના દિવસોમાં ખૂબ દારૂ પીવાતો હોય છે. આ દિવસો દરમ્યાન કોઈ એક દિવસે વધુમાં વધુ ૫૦ કરોડ રૂપિયાના દારૂનું વેચાણ થતું હોય છે. રવિવારે ફિફા વર્લ્ડ કપની ફાઇનલના દિવસે રાજ્યમાં સૌથી વધુ ૪૫ લાખ રૂપિયાનો દારૂ ફુટબૉલ-ક્રેઝી તિરુરના મલ્લપુરમ જિલ્લામાં વેચાયો હતો.
રાજ્યના તમામ જિલ્લાઓમાંથી આ જિલ્લામાં મુસ્લિમો સૌથી વધુ સંખ્યામાં વસે છે. કેરલાની સરકારને દરરોજ દારૂના વેચાણથી મોટા પાયે કરવેરાની આવક થાય છે.
3.34
કેરલામાં આટલા કરોડની વસ્તીમાંથી ૩૨.૯ લાખ લોકો દારૂ પીએ છે, જેમાં ૩.૧ લાખ મહિલાઓનો સમાવેશ છે.


