ઉત્તરાખંડ સિવિલ એવિયેશન ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી (UCADA)એ હેલિકૉપ્ટરના ભાડામાં ૪૯ ટકાનો વધારો કર્યો છે.
કેદારનાથ ધામ માટે હેલિકૉપ્ટર કરવાનું મોંઘું થશે
હેલિકૉપ્ટરથી કેદારનાથ ધામની યાત્રા કરવાનું મોંઘું થવાનું છે, કારણ કે ઉત્તરાખંડ સિવિલ એવિયેશન ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી (UCADA)એ હેલિકૉપ્ટરના ભાડામાં ૪૯ ટકાનો વધારો કર્યો છે. ડિરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિયેશન (DGCA)ની મંજૂરી બાદ આ નવા દરો ૧૫ સપ્ટેમ્બરથી લાગુ થશે. આ પરવાનગી મળ્યા પછી ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન (IRCTC)ની વેબસાઇટ પર ઑનલાઇન ટિકિટ-બુકિંગ શરૂ થશે. યાત્રા સીઝનની પહેલી હેલિકૉપ્ટર સર્વિસ પણ ૧૫ સપ્ટેમ્બરથી શરૂ થવાની સંભાવના છે.
|
નવાં ભાડાં (રાઉન્ડ ટ્રિપનાં) |
||
|
ક્યાંથી ઊપડશે? |
નવું ભાડું (રૂપિયામાં) |
જૂનું ભાડું (રૂપિયામાં) |
|
ગુપ્તકાશીથી કેદારનાથ |
૧૨,૪૪૪ |
૮૫૩૨ |
|
ફાટાથી કેદારનાથ |
૮૮૪૨ |
૬૦૬૨ |
|
સિરસીથી કેદારનાથ |
૮૮૩૯ |
૬૦૬૦ |
ADVERTISEMENT


