Jammu and Kashmir Legislative Assembly elections 2024: નવી યાદીમાં બીજેપીએ વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન કવિંદર ગુપ્તાને તેમની ગાંધી નગર બેઠક પરથી ટિકિટ આપી નથી.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દેશમાં લોકસભાની ચૂંટણી બાદ હવે વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે. લોકસભામાં ધાર્યા કરતાં ઓછી બેઠકો બેલાવતા ભારતીય ભારતીય જનતા પાર્ટી (BJP) એ વિધાનસભાની ચૂંટણીમાં વિરોધીઓને જડબાતોડ જવાબ આપવા કમર કસી લીધી છે. ભાજપે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી (Jammu and Kashmir Legislative Assembly elections 2024) માટે તેના ઉમેદવારોની છઠ્ઠી યાદીની જાહેરતા કરી છે. આ યાદીમાં કુલ 10 ઉમેદવારોના નામ છે, જેમાંથી પાંચ મુસ્લિમ ઉમેદવારોને પણ ટિકિટ ભાજપે આપી છે. બીજેપીએ કઠુઆ વિધાનસભા સીટ પરથી ડૉ. ભારત ભૂષણને મેદાનમાં ઉતાર્યા છે. આ યાદીની ખાસ વાત એ છે કે આ નવી યાદીમાં પાર્ટીએ વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન કવિંદર ગુપ્તાને તેમની ગાંધી નગર બેઠક પરથી ટિકિટ આપી નથી. આ બેઠક પર ભાજપે વિક્રમ રંધાવાને ટિકિટ આપી છે જેમને સીમાંકન બાદ હવે બાહુના નામથી ઓળખવામાં આવે છે.
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ટિકિટ આપેલા મુસ્લિમ ઉમેદવારોની (Jammu and Kashmir Legislative Assembly elections 2024) વાત કરીએ તો તેમાં કરનાહથી ઇદ્રિસ કર્નાહી, હંદવાડાથી ગુલામ મોહમ્મદ મીર, સોનાવારીથી અબ્દુલ રાશિદ ખાન, બાંદીપોરાથી નસીર અહમ લોન, ગુરેઝથી ફકીર મોહમ્મદ ખાનનો સમાવેશ છે તેમ જ આ યાદીના અન્ય ઉમેદવારોમાં આર. એસ. પઠાનિયાને ઉધમપુર પૂર્વથી, ડૉ. ભરત ભૂષણને કઠુઆથી, રાજીવ ભગતને બિશ્નાહથી, વિક્રમ રંધાવાને બહુમાંથી અને સુરિંદ ભગતને મધ્યવિસ્તારની બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં કુલ 90 વિધાનસભા બેઠકો (Jammu and Kashmir Legislative Assembly elections 2024) પર ચૂંટણી યોજાવાની છે. 47 બેઠકો કાશ્મીરમાં અને 43 બેઠકો જમ્મુ ક્ષેત્રમાં છે. સીમાંકન પહેલાની વાત કરીએ તો 2014ની ચૂંટણી સુધી 87 સીટો હતી જેમાંથી 37 સીટો જમ્મુમાં અને 46 સીટો કાશ્મીરમાં હતી. લદ્દાખમાં પણ ચાર બેઠકો હતી. રાજ્યનો દરજ્જો બદલાયા બાદ લદ્દાખ અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયો છે. ત્યારપછીના સીમાંકનમાં જમ્મુમાં છ અને કાશ્મીરમાં એક બેઠક વધી છે.
તમને જણાવી દઈએ કે શુક્રવારે જ ભાજપે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીને લઈને પોતાનો ઠરાવ પત્ર રજૂ કર્યો હતો. પાર્ટીનો ઠરાવ પત્ર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આઝાદીના સમયથી જમ્મુ-કાશ્મીરનો વિસ્તાર (Jammu and Kashmir Legislative Assembly elections 2024) અમારી પાર્ટી માટે મહત્ત્વપૂર્ણ રહ્યો છે. અમે તેને કનેક્ટ રાખવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે. કલમ 370 ઈતિહાસ બની ગઈ છે, તે ક્યારેય પાછી ના આવી શકે. કારણ કે આ એ વિચારધારા હતી જેણે યુવાનોના હાથમાં પથ્થર મુક્યા હતા. વાતચીત અને બૉમ્બ વિસ્ફોટ એકસાથે થઈ શકે નહીં. પાકિસ્તાન સાથે વાતચીતના પક્ષમાં નથી. મેં પહેલા જ કહ્યું છે કે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવામાં આવશે. આ અંગે કોઈ મૂંઝવણ ન હોવી જોઈએ.” ભાજપ દ્વારા ચૂંટણીમાં પાંચ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપતા વિરોધી પક્ષ મુંજવણમાં મુકાયા છે.