Indigo Flight Video: વિલંબની જાહેરાત દરમિયાન એક મુસાફર ગુસ્સે થઈ ગયો હતો અને તેણે ઈન્ડિગોના પાયલટને મુક્કો માર્યો હતો.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
કી હાઇલાઇટ્સ
- વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે
- એક પેસેન્જર ભારે ગુસ્સે થઈ ગયો અને તેણે પાયલટને મુક્કો માર્યો હતો
- ધુમ્મસના કારણે ફ્લાઇટ મોડી પડી રહી હતી
Indigo Flight Video: તાજેતરમાં જ ઇન્ડિગો ફ્લાઇટમાંથી એક ચોંકાવનારો વિડીયો (Indigo Flight Video) સામે આવ્યો હતો. આ વિડિયોમાં જોઈ શકાય છે કે વિલંબની જાહેરાત દરમિયાન એક મુસાફર ગુસ્સે થઈ ગયો હતો અને તેણે ઈન્ડિગોના પાયલટને મુક્કો માર્યો હતો. તે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
વિડિયો (Indigo Flight Video)માં જોઈ શકાય છે કે પીળા રંગની હૂડી પહેરેલ એક વ્યક્તિ અચાનક પ્લેનના પાછળના ભાગમાંથી આવે છે અને પાઇલટ પર હુમલો કરે છે. આ પાઈલોટ ફ્લાઈટ ડ્યુટી ટાઈમ લિમિટેશન (FDTL) નોર્મ્સને કારણે કેટલાક કલાકોના વિલંબ બાદ અગાઉના ક્રૂણે બદલે આવ્યો હતો. જો કે આ ઘટના કઈ ફ્લાઈટમાં બની તે હજુ જાણી શકાયું નથી.
ADVERTISEMENT
A passenger punched an Indigo capt in the aircraft as he was making delay announcement. The guy ran up from the last row and punched the new Capt who replaced the previous crew who crossed FDTL. Unbelievable ! @DGCAIndia @MoCA_GoI pic.twitter.com/SkdlpWbaDd
— Capt_Ck (@Capt_Ck) January 14, 2024
આ રીતે કોઈપણ પ્રકારની હતાશા કોઈને કોઈ વ્યક્તિ પર શારીરિક હુમલો કરવાનો અધિકાર આપતી નથી. તે ગુનાહિત છે. અત્યારે દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ખૂબ જ શિયાળો ચાલી રહ્યો છે. ગાઢ ધુમ્મસના કારણે ઘણી ફ્લાઈટ્સ મોડી ચાલી રહી છે. આ દરમિયાન ઈન્ડિગોની ફ્લાઈટમાં આવું મારપીટનું દ્રશ્ય જોવા મળ્યું જેની કોઈએ કલ્પના પણ કરી ન્હોય.
ફ્લાઈટ મોડી પડવાને કારણે એક પેસેન્જર ભારે ગુસ્સે થઈ ગયો અને તેણે પાયલટને મુક્કો માર્યો હતો. જેના પછી ફ્લાઈટમાં હંગામો મચી ગયો. કહેવાય છે કે આ મામલો દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટનો છે.
શા માટે ફ્લાઇટ મોડી પડી રહી છે?
આ સાથે જ મળતી માહિતી અનુસાર ઈન્ડિગો ફ્લાઈટમાં વિલંબથી કંટાળેલા એક મુસાફરે પાઈલટને મુક્કો માર્યો હતો. ધુમ્મસના કારણે ફ્લાઇટ મોડી પડી રહી હતી, પરંતુ મુસાફરોને સાચી માહિતી આપવામાં આવી રહી ન હતી. આ અંગે આઈજીઆઈ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. આઈજીઆઈ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
વિડીયો પર લોકો આપી રહ્યા છે પોતાની પ્રતિક્રિયાઑ
આ વીડિયો (Indigo Flight Video) પર આમ તો નોખી નોખી પ્રતિક્રિયા આવી રહી છે તેમાં એક યુઝરે લખ્યું હતું કે, `પાયલોટ અથવા કેબિન ક્રૂને વિલંબ સાથે શું લેવાદેવા છે? તેઓ માત્ર તેમનું કામ કરતા હતા. આ માણસની ધરપકડ કરો, અને તેને નો-ફ્લાય લિસ્ટમાં મૂકો. તેની તસવીર પ્રકાશિત કરો જેથી કરીને લોકો તેના ખરાબ સ્વભાવ વિશે જાહેરમાં જાગૃત થાય.”
110 ફ્લાઈટ મોડી પડી
પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હી એરપોર્ટ પર ઘણી ફ્લાઈટ્સ મોડી પડતાં આ ઘટના બની હતી. આજે 110 ફ્લાઈટ્સ મોડી પડી છે અને 79 ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. સરેરાશ વિલંબ 50 મિનિટ સુધી પહોંચ્યો. ફ્લાઇટના સતત વિલંબના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે કલાકો સુધી રાહ જોવી પડે છે.


