Rahul Gandhi Flight Diversion: દિલ્હી એરપોર્ટ પર વિઝિબિલિટીની સમસ્યાને કારણે રાહુલ ગાંધીની નાગપુરથી દિલ્હી જતી ફ્લાઈટને જયપુર ડાયવર્ટ કરાઇ.
રાહુલ ગાંધીની ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- 28 ડિસેમ્બરના રોજ કૉન્ગ્રેસે નાગપુરમાં રેલીનું આયોજન કર્યું હતું
- દિલ્હી એરપોર્ટ પર વિઝિબિલિટીની સમસ્યાને કારણે રાહુલ ગાંધીની ફ્લાઇટ ડાયવર્ટ કરાઈ
- વિઝિબિલિટીની સમસ્યાને કારણે ઘણી ફ્લાઈટ કામગીરી પ્રભાવિત થઈ છે
કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીની એક ફ્લાઇટ નાગપુરથી દિલ્હી આવી રહી હતી. આ દરમિયાન તેમની ફ્લાઈટને જયપુર ડાયવર્ટ (Rahul Gandhi Flight Diversion) કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યાં છે. ગઇકાલે એટલે કે ગુરુવારે 28 ડિસેમ્બરના રોજ કૉન્ગ્રેસ તરફથી મહારાષ્ટ્રના નાગપુરમાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાહુલ ગાંધી પણ હાજરી આપવા પહોંચ્યા હતા.
કયા કારણોસર રાહુલ ગાંધીની ફ્લાઇટને ડાયવર્ટ કરવામાં આવી?
ADVERTISEMENT
પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હી એરપોર્ટ પર વિઝિબિલિટીની સમસ્યાને કારણે રાહુલ ગાંધીની નાગપુરથી દિલ્હી જતી ફ્લાઈટને જયપુર ડાયવર્ટ (Rahul Gandhi Flight Diversion) કરવામાં આવી છે. હાલ શિયાળાના મોસમમાં ધુમ્મસ દિલ્હીમાં એક સમસ્યા બની ગઈ છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી હાલ ગાઢ ધુમ્મસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારોમાં ખૂબ જ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું અને ગુરુવારે રાત્રે 11:30 વાગ્યે પશ્ચિમ મધ્ય પ્રદેશના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ પ્રકારનું ધુમ્મસ જોવા મળ્યું હતું.
ગાઢ ધુમ્મસને કારણે ગુરુવારે એટલે કે સતત ત્રીજા દિવસે દિલ્હી એરપોર્ટ પર ફ્લાઈટ કામગીરીને અસર થઈ હતી. આ સમયગાળા દરમિયાન લગભગ 60 ફ્લાઇટ્સ ડાયવર્ટ (Rahul Gandhi Flight Diversion) કરવામાં આવી હતી અને ઘણી ફ્લાઇટ્સ મોડી પડી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર 25 ડિસેમ્બરના રોજ 12 વાગ્યાથી 28 ડિસેમ્બરના રોજ સવારે 6 વાગ્યાની વચ્ચે ખરાબ હવામાનને કારણે કુલ 58 ફ્લાઇટ્સ, જેમાં મોટાભાગની સ્થાનિક ફ્લાઇટ્સ હતી તેને ડાયવર્ટ (Rahul Gandhi Flight Diversion) કરવામાં આવી હતી. એવું પણ જાણવા મળ્યું છે કે મોટાભાગની ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવી પડી હતી કારણ કે ઓછી વિઝિબિલિટીને કારણે પાઈલટસને ફ્લાઇટ્સ ચલાવવા માટે મુશ્કેલી પાડી હતી.
કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદ ગુરુવારે મોડી રાત્રે બીજી ફ્લાઈટ દ્વારા નાગપુરથી દિલ્હી એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટથી બહાર આવ્યા બાદ મીડિયા સાથે વાત કરતા ખુર્શીદે જણાવ્યું હતું કે નાગપુરમાં એક મેગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અમે નાગપુરથી આ સંદેશ આપ્યો છે કે અમે તૈયાર છીએ. તેમણે એમ પણ કહ્યું કે EDની ચાર્જશીટમાં પ્રિયંકા ગાંધીનું નામ આરોપી તરીકે સામેલ નથી.
ગાઢ ધુમ્મસને કારણે ફ્લાઈટને થઈ રહી છે અસર
ઉત્તર ભારતમાં તો હાલ કડકડતી ઠંડી પાડી રહી છે. ત્યાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ઠંડીની સાથે સાથે ગાઢ ધુમ્મસ પણ દેખાવા લાગ્યું છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી છેલ્લા ઘણા દિવસોથી ગાઢ ધુમ્મસની લપેટમાં છે. જેને કારણે અનેક ફ્લાઇટને અસર (Rahul Gandhi Flight Diversion) પહોંચી રહી છે.
આજ દિલ્હી એરપોર્ટ પર ઓછી વિઝિબિલિટીને કારણે ઘણી ફ્લાઈટ કામગીરી પ્રભાવિત થઈ છે. લગભગ 60 ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી અને ઘણી ફ્લાઈટ્સ મોડી પડી હતી.


