Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: હવે આ લોકોને વંદે ભારત સહિતની તમામ ટ્રેનોમાં મફતની મુસાફરીની સવલત

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: હવે આ લોકોને વંદે ભારત સહિતની તમામ ટ્રેનોમાં મફતની મુસાફરીની સવલત

Published : 26 November, 2026 08:10 AM | Modified : 26 November, 2026 08:28 AM | IST | Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Indian Railways: અગાઉની જેમ હવે અમુક જ શ્રેણી કે ટ્રેનો માટે જ આ પાસ માન્ય ન રહેતાં વંદે ભારત સહિતની તમામ ભારતીય રેલવેની ટ્રેનોમાં માન્ય રહેશે. જોકે, વિજેતાઓના હાલના ટ્રાવેલ અધિકારોમાં કોઈ ફેરફાર કરાયો નથી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કેન્દ્ર સરકાર દ્વારા ચક્ર શ્રેણીના વીરતા પુરસ્કાર વિજેતાઓને રેલવેની મફત મુસાફરીની સવલત આપવામાં આવે છે. અત્યાર સુધી આ પુરસ્કાર વિજેતાઓને `કોમ્પ્લિમેન્ટરી કાર્ડ પાસ` તરીકે આજીવન રેલવેની મફત મુસાફરી (indian railway)ની સવલત તો મળતી હતી, પરંતુ તે ચોક્કસ ટ્રેનમાં જ લાગુ થતી હતી. હવે સરકારે તે બંધનો તોડીને તમામ ટ્રેનો માટે આ સવલત લાગુ કરી દીધી છે. એટલે અગાઉની જેમ હવે અમુક જ શ્રેણી કે ટ્રેનો માટે જ આ પાસ માન્ય ન રહેતાં વંદે ભારત સહિતની તમામ ભારતીય રેલવેની ટ્રેનોમાં માન્ય રહેશે. જોકે, વિજેતાઓના હાલના ટ્રાવેલ અધિકારોમાં કોઈ ફેરફાર કરાયો નથી.

તમને જણાવી દઈએ કે ઇન્ડિયન રેલવેએ (indian railway) સમયાંતરે વીરતા પુરસ્કૃતોને અપાતી આ સુવિધામાં સુધારા કર્યા છે. ફેબ્રુઆરી ૨૦૧૪થી પરમવીર ચક્ર અને મહાવીર ચક્ર વિજેતાઓને રાજધાની, શતાબ્દી અને દુરંતો જેવી ટ્રેનોમાં પ્રથમ એસી (1st AC) અથવા એક્ઝિક્યુટિવ ક્લાસમાં ટ્રાવેલ કરવાની સવલત આપવામાં આવી હતી. ઑગસ્ટ ૨૦૧૭માં અશોક ચક્ર અને કીર્તિ ચક્ર વિજેતાઓને પણ આ સુવિધા આપવામાં આવી હતી. હવે તાજતેરમાં લેવાયેલ નિર્ણય પ્રમાણે તમામ ચક્ર વીજેતાઓને વંદે ભારત સહિતની તમામ ટ્રેનોમાં મફત મુસાફરી કરવાની છૂટ આપવામાં આવી છે.



ભારતીય સેનાએ ગઇકાલે સોશિયલ મીડિયા પર કેન્દ્ર સરકારના આ નિર્ણયની માહિતી શૅર કરી હતી. સેનાએ જણાવ્યાનુસાર રેલ મંત્રાલયે (indian railway) સંરક્ષણ મંત્રાલય સાથે પરામર્શ કરીને વીરતા પુરસ્કાર વિજેતાઓનું સન્માન કરવાના ઉદ્દેશ્ય સાથે આ મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. હવેથી આ વિજેતાઓને મળતી મફત ટ્રેન ટ્રાવેલની સુવિધા તમામ ટ્રેનોમાં લાગુ પડશે. બાકી આ વિજેતાઓને માટે ટ્રાવેલ દરમિયાન મળતી સુવિધાઓ અને અધિકારો તો યથાવત જ રખાયા છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને ભારતીય સેનાએ પણ વખાણ્યો છે અને તેને દેશના વીરોના સાહસ, બલિદાન અને સેવા પ્રત્યેના સન્માનનું પગલું (indian railway) ગણાવ્યું છે. 


ચક્ર શ્રેણીના વીરતા પુરસ્કારો કયાં કયાં છે?

આઝાદી પછી ભારત સરકારે સૌપ્રથમ ત્રણ વીરતા પુરસ્કારો આપવાની શરૂઆત કરી હતી. ૨૬મી જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ પરમવીર ચક્ર, મહાવીર ચક્ર અને વીર ચક્રની ઘોષણા કરવામાં આવી હતી. પરંતુ તેને ૧૫મી ઑગસ્ટ, ૧૯૪૭થી લાગુ કરાયા હતા. ત્યારબાદ અન્ય ત્રણ વીરતા પુરસ્કારો અશોક ચક્ર, કીર્તિ ચક્ર અને શૌર્ય ચક્ર પણ સામેલ કરવામાં આવ્યાં હતાં.


સૌથી પહેલો વીરતા પુરસ્કાર કોને મળેલો?

સરકાર દ્વારા સૌપ્રથમ પરમવીર ચક્રથી મેજર સોમનાથ શર્માને સન્માનિત કરાયા હતા. તેમને આ સર્વોચ્ચ સૈન્ય સન્માન મરણોત્તર આપવામાં આવ્યું હતું. ૩જી નવેમ્બર, ૧૯૪૭ના રોજ ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન કાશ્મીરની બડગામ ખીણમાં શ્રીનગર એરપોર્ટને દુશ્મનોના કબજામાં જતું બચાવવા માટે તેમણે દાખવેલા સાહસ બદલ તેઓને આ વીરતા સન્માનથી નવાજવામાં આવ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

26 November, 2026 08:28 AM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK