ટ્રેડિશનલ લોકલ ફૂડની વૈશ્વિક ટ્રાવેલ ઑનલાઇન ગાઇડ ટેસ્ટ ઍટલસે તાજેતરમાં આખા વિશ્વમાં મળતી વિવિધ બ્રેડ્સમાંથી સૌથી ટેસ્ટી, સૌથી ફેમસ અને લોકપ્રિય એવી ટૉપ ૫૦ બેડ્સની યાદી બહાર પાડી છે.
ભારતનું બટર ગાર્લિક નાન વિશ્વમાં બેસ્ટ, અમ્રિતસરી કુલ્ચા બીજા નંબરે
ટ્રેડિશનલ લોકલ ફૂડની વૈશ્વિક ટ્રાવેલ ઑનલાઇન ગાઇડ ટેસ્ટ ઍટલસે તાજેતરમાં આખા વિશ્વમાં મળતી વિવિધ બ્રેડ્સમાંથી સૌથી ટેસ્ટી, સૌથી ફેમસ અને લોકપ્રિય એવી ટૉપ ૫૦ બેડ્સની યાદી બહાર પાડી છે. એમાં ભારતની વિવિધ ટાઇપની રોટલીઓએ બાજી મારી છે. વિશ્વની તમામ રોટલી-બ્રેડની યાદીમાં સૌથી ટૉપ પર છે બટર ગાર્લિક નાન. એ પછી બીજા નંબરે છે અમ્રિતસરી કુલ્ચા. એટલું જ નહીં, વિવિધ રાજ્યની રોટલીઓની વરાઇટી પણ આ યાદીમાં છે. મલબાર પરોઠા છઠ્ઠા નંબરે, સાદું નાન આઠમા નંબરે અને પરાઠાં ૧૮મા નંબરે છે. તેલથી લથબથ પંજાબી ભટૂરા ૨૬મા નંબરે અને આલૂ નાન ૨૮મા નંબરે છે. સાદી રોટલી ૩૫મા નંબરે છે.




