Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ભારત અને ન્યુ ઝીલૅન્ડ સોમવારે ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરશે

ભારત અને ન્યુ ઝીલૅન્ડ સોમવારે ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરશે

Published : 25 April, 2026 09:39 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ટ્રેડ ડીલ વિશેની ચર્ચા ૨૦૨૫ની ૧૬ માર્ચે શરૂ થઈ હતી અને હવે એ પૂરી થાય છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


ભારત અને ન્યુ ઝીલૅન્ડ સોમવારે, ૨૭ એપ્રિલે ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરશે એમ ન્યુ ઝીલૅન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સને જણાવ્યું હતું. આ ઍગ્રીમેન્ટનો હેતુ આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરીને પાંચ અબજ ડૉલર કરવાનો છે. એનો હેતુ ન્યુ ઝીલૅન્ડના બજારમાં ભારતીય માલ માટે ટૅરિફમુક્ત ઍક્સેસ પ્રદાન કરવાનો પણ છે, જે ૧૫ વર્ષમાં ૨૦ અબજ ડૉલરનું રોકાણ લાવવાની સંભાવના ધરાવે છે.

આ ટ્રેડ ડીલ વિશેની ચર્ચા ૨૦૨૫ની ૧૬ માર્ચે શરૂ થઈ હતી અને હવે એ પૂરી થાય છે. ભારતનાં ૧૦૦ ટકા ઉત્પાદનો પર ન્યુ ઝીલૅન્ડમાં કોઈ ટૅરિફ લાગશે નહીં. આમ ભારતનાં ૮૨૮૪ ઉત્પાદનોને ફાયદો મળશે. ન્યુ ઝીલૅન્ડનાં ૯૫ ટકા ઉત્પાદનોને ટૅરિફમાં છૂટ મળશે. ભારતથી પ્રોફેશનલો ન્યુ ઝીલૅન્ડ જશે અને ત્યાં પ્રોફેશનલોની અછતને પૂરવામાં મદદ કરશે.


Whatsapp-channel Whatsapp-channel

25 April, 2026 09:39 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK