Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ૨૦૨૧માં ૩૮૪.૬૮ કરોડ રૂપિયાનું હેરોઇન ભારતમાં જખૌના દરિયામાંથી ઘુસાડવાનો કેસ

૨૦૨૧માં ૩૮૪.૬૮ કરોડ રૂપિયાનું હેરોઇન ભારતમાં જખૌના દરિયામાંથી ઘુસાડવાનો કેસ

Published : 25 April, 2026 08:51 AM | IST | Bhuj
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૬ પાકિસ્તાની આરોપીઓને ભુજની સ્પેશ્યલ કોર્ટે ફટકારી ૨૦ વર્ષની કેદ અને બે-બે લાખ રૂપિયાનો દંડ

૬ પાકિસ્તાની આરોપીઓ

૬ પાકિસ્તાની આરોપીઓ


કચ્છના જખૌના દરિયાકિનારેથી ભારતમાં ૨૦૨૧માં ૩૮૪.૬૮ કરોડ રૂપિયાનું હેરોઇન ઘુસાડવાના કેસમાં ભુજ કચ્છના છઠ્ઠા અધિક સેશન્સ અને સ્પેશ્યલ નાર્કોટિસ ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રૉપિક સબ્સ્ટન્સિસ (NDPS) કોર્ટના જજ વી. એ. બુદ્ધએ પાકિસ્તાનના ૬ આરોપીઓને તકસીરવાર ઠેરવીને ૨૦ વર્ષની સખત કેદની સજા કરી હતી અને બે-બે લાખ રૂપિયાનો દંડ કર્યો હતો.

ગુજરાત ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ (ATS)ને મળેલી બાતમીના આધારે ૨૦૨૧ની ૨૦ ડિસેમ્બરે કચ્છના જખૌથી આશરે ૩૫ નૉટિકલ માઇલ દૂર દરિયામાં ATS અને ભારતીય તટરક્ષક દળે સંયુક્ત ઑપરેશન હાથ ધરીને એક શંકાસ્પદ બોટને કૉર્ડન કરીને એમાં તપાસ કરી હતી. તપાસ દરમ્યાન બોટમાંથી ૬ પાકિસ્તાની નાગરિકો તેમ જ પાંચ મોટા થેલા મળી આવ્યા હતા. આ થેલાઓમાં અંદાજે ૩૮૪.૬૮ કરોડ રૂપિયાના ૭૬.૯૩૬ કિલો હેરોઇનનો જથ્થો મળી આવ્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

25 April, 2026 08:51 AM IST | Bhuj | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK