કેન્દ્ર અને રાજ્ય સરકારના સિનિયર અધિકારીઓ સાથે સિક્યૉરિટી ફોર્સના અધિકારીઓ પણ આ ઉચ્ચ સ્તરીય સમીક્ષા-બેઠકમાં ઉપસ્થિત હતા
મિટિંગ
નૉર્થ ઈસ્ટના રાજ્ય મણિપુરમાં છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી હિંસાના પગલે સલામતી-વ્યવસ્થાની સમીક્ષા ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે કરી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારના સિનિયર અધિકારીઓ સાથે સિક્યૉરિટી ફોર્સના અધિકારીઓ પણ આ ઉચ્ચ સ્તરીય સમીક્ષા-બેઠકમાં ઉપસ્થિત હતા. આ પહેલાં રવિવારે અમિત શાહે રાજ્યનાં ગવર્નર અનુસુઇયા ઉકે સાથે રાજ્યની વર્તમાન પરિસ્થિતિ વિશે ચર્ચા કરી હતી. ૨૦૨૩ના મે મહિનામાં અહીં જાતીય હિંસા ફાટી નીકળી હતી એમાં કુકી અને મૈતેયી સમાજના ૨૨૦થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

