Gandhi Jayanti 2023 : મહાત્મા ગાંધીની જન્મજયંતિ દર વર્ષે 2 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ પહોંચીને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી.
નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)
દેશભરમાં આજે ગાંધી જયંતિ (Gandhi Jayanti 2023)ની ઉજવણી કરવામાં આવી રહી છે. મહાત્મા ગાંધીની જન્મજયંતિ દર વર્ષે 2 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ પહોંચીને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન તેમની સાથે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી પણ હાજર રહ્યા હતા. લોકસભા સ્પીકર ઓમ બિરલા અને ઉપાધ્યક્ષ જગદીપ ધનખરે પણ રાજઘાટ પહોંચીને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. આજે સમગ્ર દેશમાં મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતિ છે.
પીએમ મોદીએ આ સાથે જ સોશિયલ મીડિયા સાઇટ X પર લખ્યું હતું કે તેઓ ગાંધી જયંતિના વિશેષ અવસર પર મહાત્મા ગાંધી (Gandhi Jayanti 2023)ને વંદન કરે છે. મહાત્મા ગાંધીનો પ્રભાવ વૈશ્વિક છે, જે સમગ્ર માનવ જાતિને એકતા અને કરુણાની ભાવનાને અનુસરવા માટે પ્રેરણા આપે છે. આ સાથે જ તેઓએ જણાવ્યું કે આપણે હંમેશા તેમના સપનાં પૂરા કરવા માટે કામ કરતા રહેવું જોઈએ. ગાંધીજીના વિચારોએ દરેક યુવાનોને પરિવર્તનના વાહક બનવા માટે સક્ષમ કરવાનું સ્વપ્ન જોયું હતું, જેથી દરેક જગ્યાએ એકતા અને સંવાદિતાને પ્રોત્સાહન મળે.
ADVERTISEMENT
પીએમ નરેન્દ્ર મોદીએ પૂર્વ પીએમ લાલ બહાદુર શાસ્ત્રીને પણ યાદ કર્યા હતા. તેઓએ કહ્યું હતું કે, “તેઓ પ્રેરણા આપે છે. ભારતની પ્રગતિ માટે તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને પડકારજનક સમયમાં તેમનું નેતૃત્વ અનુકરણીય છે. આપણે હંમેશા મજબૂત ભારતના તેમના વિઝનને સાકાર કરવા માટે કામ કરીએ."
2 ઓક્ટોબરે સમગ્ર દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતિ (Gandhi Jayanti 2023) અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની 119મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે ત્યારે અગાઉ 1 ઓક્ટોબરે સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિટનેસ ટ્રેનર અંકિત બૈયાનપુરિયા સાથે મળીને શ્રમદાન કર્યું હતું. તેઓએ સોશિયલ મીડિયા પર અંકિત બૈયાનપુરિયા સાથે વાતચીતનો 4 મિનિટ 41 સેકન્ડનો વીડિયો પણ શૅર કર્યો હતો.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સાથે આજે દેશના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મજયંતિ (Gandhi Jayanti 2023) છે. પીએમ મોદીએ પણ વિજય ઘાટ પહોંચીને શાસ્ત્રીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન તેમની સાથે દિલ્હીના એલજી વિનય સક્સેના અને આમ આદમી પાર્ટીના નેતા આતિશી પણ હાજર હતા. લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ વિજય ઘાટ પહોંચ્યા અને દેશના પૂર્વ પીએમ શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
યુપીના સીએમ યોગી આદિત્યનાથે ટ્વીટ કર્યું હતું કે, `રાષ્ટ્રપિતા` મહાત્મા ગાંધીને તેમની જન્મજયંતિ (Gandhi Jayanti 2023) પર નમ્ર શ્રદ્ધાંજલિ. `આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ` પર રાજ્યની જનતાને શુભેચ્છાઓ અર્પણ કરું છું. આ શુભ અવસર પર આપણે સત્ય, અહિંસા, પ્રેમ અને સ્વચ્છતાના મૂલ્યોને આત્મસાત કરીને `રામ રાજ્ય`ની સંકલ્પના સાથે દેશ અને સમાજના વિકાસમાં સતત આગળ વધવાનો સંકલ્પ કરીએ.

