અમેરિકામાં (America) વર્ષ 1907માં પહેલીવાર અનધિકૃત રીતે `ફાધર્સ ડે` (Father`s Day) ઊજવવામાં આવ્યો હતો. જ્યારે અધિકારિક રીતે આની શરૂઆત વર્ષ 1910માં થઈ હતી. જો કે, `ફાધર્સ ડે` (Father`s Day) ઊજવવાની તારીખને લઈને ઘણાં વિશેષજ્ઞોમાં મતભેદ જોવા મળે છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
અમેરિકામાં (America) વર્ષ 1907માં પહેલીવાર અનધિકૃત રીતે `ફાધર્સ ડે` (Father`s Day) ઊજવવામાં આવ્યો હતો. જ્યારે અધિકારિક રીતે આની શરૂઆત વર્ષ 1910માં થઈ હતી. જો કે, `ફાધર્સ ડે` (Father`s Day) ઊજવવાની તારીખને લઈને ઘણાં વિશેષજ્ઞોમાં મતભેદ જોવા મળે છે. ઇતિહાસકારો પ્રમાણે આ દિવસની શરૂઆત સોનોરા સ્માર્ટ ડોડ (Sonora Smary Dodd) એ કરી હતી.
`મધર્સ ડે`ની (Mother`s Day) સાથે જ હવે વિશ્વ દરવર્ષે `ફાધર્સ ડે` (પિતૃ દિવસ એટલે કે Father`s Day) પણ સેલિબ્રેટ કરે છે. આ દિવસે બાળકો પોતાના પિતાને તેમના સાથ અને સહકાર માટે થેન્કયૂ કહે છે, તેમનો આભાર માને છે તેમને ભેટ આપે છે, કેક પણ કાપે છે. એટલું જ નહીં પિતા પાસેથી ટ્રીટ, પાર્ટી પણ લે છે. આખો પરિવાર આ દિવસને એક ઉત્સવની જેમ ઊજવે છે. પણ શું તમે જાણો છો કે આ દિવસ ઊજવવાની શરૂઆત ક્યારે, ક્યાંથી અને કોણે અને શું કામ કરી?
ADVERTISEMENT
Father`s Day ઊજવવાની તારીખ
પિતૃ દિવસ દરવર્ષે જૂન મહિનાના ત્રીજા અઠવાડિયે ઊજવવામાં આવે છે. આ વખતે ફાધર્સ ડે (Father`s Day 2023) રવિવાર, 18 જૂન 2023ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે.
History of Father`s Day
અમેરિકામાં (America) વર્ષ 1907માં પહેલીવાર અનધિકૃત રીતે `ફાધર્સ ડે`ની (Father`s Day) ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે અધિકારિક રીતે આ દિવસની ઉજવણીની શરૂઆત વર્ષ 1910માં થઈ હતી. જો કે, `ફાધર્સ ડે` ઊજવવાની તારીખને લઈને ઘણાં જાણકારોમાં મતભેદ છે. ઇતિહાસકારો પ્રમાણે આ દિવસની શરૂઆત સોનોરા સ્માર્ટ ડોડ (Sonora Smart Dodd)એ કરી. હકીકતે, સોનેરા જ્યારે નાની હતી ત્યારે તેની માતાનું નિધન થઈ ગયું અને પિતા વિલિયમ સ્માર્ટે તેને માતા અને પિતા બન્નેનો પ્રેમ આપ્યો. પોતાના પિતાના પ્રેમ, ત્યાગ અને સમર્પણને જોઈ તેણે મધર્સ ડે તરીકે જ `ફાધર્સ ડે` ઊજવવાનો વિચાર કર્યો
ત્યાર બાદ 19 જૂન 1909ના રોજ પહેલીવાર ડોડે ફાધર્સ ડે (Father`s Day) ઊજવ્યો. તો, વર્ષ 1924માં તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ (American President) કેલ્વિન કોલીએ ફાધર્સ ડેની ઉજવણીને સ્વીકૃતિ આપી. આના ચાર દાયકા બાદ રાષ્ટ્રપતિ લિંડન જૉનસને વર્ષ 1966માં આ જાહેરાત કરી કે દર વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારે `ફાધર્સ ડે`ની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે અમેરિકામાં ઑફિશિયલ રીતે રજા આપવામાં આવે છે.
કેમ ઊજવવામાં આવે છે પિતૃ દિવસ (Father`s Day)?
વિશ્વમાં લોકો ફાધર્સ ડેના રોજ પિતાનો આભાર માનવા, તેમને સન્માનિત કરવા અને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટેના એક અવસર માને છે. આ દિવસે બાળકો તેમના પિતાને તેમની સૌથી લોકપ્રિય ભેટ આપે છે.

