બાથરૂમમાં રહેલા ભેજવાળા વાતાવરણમાં ફંગલ ઇન્ફેક્શન થવાનું જોખમ વધી જાય છે.
પ્રતીકાત્મક તસવીર (મિડ-ડે)
આપણને એટલી ખબર છે કે બગીચામાં ઉઘાડા પગે ઘાસ પર ચાલવાથી ફાયદો થાય છે, પણ ઘરમાં ઉઘાડા પગે ચાલવું જોઈએ કે નહીં એવા સવાલના જવાબમાં ડૉક્ટરો ના પાડે છે. ખુલ્લા પગે ચાલવાથી ઇન્જરી થઈ શકે છે. વળી એ સ્વાસ્થ્ય માટે પણ જોખમી છે. ડૉક્ટરોનું કહેવું છે કે આપણા ઘરને ભલે આપણે ચોખ્ખું અને સાફ રાખીએ છતાં બૅક્ટેરિયા અને ફંગસ માટે એ મોટું અને મોકળું મેદાન હોય છે અને ઘરમાં એ ચોમેર હોય છે. ખુલ્લા પગે ચાલવાથી જમીન પર રહેલા બૅક્ટેરિયા અને ફંગસથી ઇન્ફેક્શન થઈ શકે છે. ધૂળ, કચરો, પરાગ રજ અને ઘરમાં પાળેલાં જાનવરના વાળ સહિતના પદાર્થ તમારી ઍલર્જીમાં વધારો કરી શકે છે. બાથરૂમમાં રહેલા ભેજવાળા વાતાવરણમાં ફંગલ ઇન્ફેક્શન થવાનું જોખમ વધી જાય છે. પગની ચામડી ફાટે છે અને એથી ફંગલ ઇન્ફેક્શનના ચાન્સ વધે છે. ઘરમાં ચંપલ પહેરી રાખવાથી આ પ્રકારના ફંગલ કે બૅક્ટેરિયલ ઇન્ફેક્શન લાગવાનું જોખમ ઘણું ઘટી જાય છે. ઍથ્લીટ ફીટ કે પ્લાન્ટર ફેસિટિસ જેવા રોગ થતા નથી.


